આ રૂદ્રાક્ષ છે સાક્ષાત કુબેરનું સ્વરૂપ, ધારણ કરતાં જ બનશો અમીર, બદલાશે કિસ્મત!

રૂદ્રાક્ષ એકમાત્ર એવું પ્રકૃતિનું વરદાન છે, જેને અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એવી બધાની પ્રાપ્તિમાં લાભકારી ગણવામાં આવ્યું છે. હિંદુ ધર્મના ગ્રંથોમાં શિવપુરાણ, પદ્મપુરાણ, રૂદ્રાક્ષકલ્પ અને રૂદ્રાક્ષ મહાત્મ્યમાં રૂદ્રાક્ષનો અપાર મહિમા ગાવામાં આવ્યો છે.

પૌરાણિક માન્યતાઓ પ્રમાણે, જે ઘરમાં રૂદ્રાક્ષની નિયમિત રીતે પૂજા થાય છે, ત્યાં ક્યારેય ધન ધાન્યની કમી રહેતી નથી. રૂદ્રાક્ષ હોય ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. આમ તો દરેક પ્રકારના રૂદ્રાક્ષ પવિત્ર ગણાય છે, પરંતુ કયો રૂદ્રાક્ષ કેટલા મુખ ધરાવે છે તેની સાથે તેનું મહત્વ જોડાયેલું છે. રૂદ્રાક્ષમાં સૌથી શ્રેષ્ઠ એવા 21 મુખી રૂદ્રાક્ષનું આપણે આજે મહત્વ જાણીએ.

21મુખી રૂદ્રાક્ષને સ્વયં ભગવાન કુબેરનું સાક્ષાત રૂપ માનવામાં આવે છે, જે ધન સંપતિના સ્વામી છે. ઉપરાંત આ રૂદ્રાક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે. રૂદ્રાક્ષ પહેરવાના ઘણા વૈજ્ઞાનિક કારણો પણ છે. જેમાં કહેવાય છે કે રૂદ્રાક્ષ પહેરવાથી લોહીનું પરિભ્રમણ સંતુલિત રીતે થાય છે અને સ્મરણ શક્તિનો વિકાસ થાય છે તેમજ કિડની સાથે જોડાયેલ બીમારીઓમાં પણ રાહત મળે છે.

બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ અપાવે છે
પૌરાણિક માન્યતા પ્રમાણે, 21 મુખી રૂદ્રાક્ષને રૂદ્ર સ્વરૂપ પણ કહેવામાં આવે છે. રૂદ્રાક્ષને ધારણ કરવાથી બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મળે છે. ઉપરાંત ઘરમાં શાંતિનું વાતાવરણ રહે છે અને નેગેટીવ એનર્જી ઘરમાં દાખલ થતી નથી. રૂદ્રાક્ષને ધારણ કરનાર વ્યક્તિ હંમેશા ધર્મના રસ્તે ચાલે છે.

21 મુખી રૂદ્રાક્ષથી અચૂક લાભ મળે છે
ભગવાન કુબેરનું સ્વરૂપ ગણાતા રૂદ્રાક્ષની કૃપાથી ધન ધાન્યની કમી દૂર થાય છે. એવી પણ માન્યતા છે કે રૂદ્રાક્ષને ધારણ કરવાથી નિર્ધન વ્યક્તિ પણ અમીર બની જાય છે. આને ધારણ કરનારને સંપતિની સાથે સાથે સાંસારિક સુખ પણ પ્રાપ્ત થાય છે. 21મુખી રૂદ્રાક્ષ વ્યક્તિને ભાગ્યશાળી બનાવે છે.

21મુખી રૂદ્રાક્ષ સ્વાસ્થય માટે લાભકારી
પૌરાણિક ગ્રંથો પ્રમાણે 21 મુખી રૂદ્રાક્ષથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. જેના કારણે વ્યક્તિની માનસિક પરેશાનીઓ દૂર થાય છે. આ રૂદ્રાક્ષ આજ્ઞા ચક્ર કુંડલિનીને જાગૃત કરવામાં મદદરૂપ થાય છે, જેના કારણે વ્યક્તિનું શરીર હેલ્ધી રહે છે. ઉપરાંત રૂદ્રાક્ષ તમને તંત્ર મંત્રની ખરાબ શક્તિઓથી પણ બચાવે છે.

ક્યારે ધારણ કરી શકાય 21મુખી રૂદ્રાક્ષ
કોઈપણ રૂદ્રાક્ષની જેમ જ 21મુખી રૂદ્રાક્ષને પણ સોમવારે જ ધારણ કરવો જોઈએ. સોમવારે સવારે સ્નાન કરી ‘ॐ નમઃ શિવાયઃ’ નો જાપ કરી ધારણ કરવો જોઈએ. મનમાં કોઈના પણ માટે અશુદ્ધિ રાખવી નહીં. રૂદ્રાક્ષને સોના, ચાંદી અને લાલ રંગના દોરામાં પરોવી પહેરવો જોઈએ.

You might also like