ડ્રગ્સ ઓવરડોઝના કારણે 26 વર્ષના અમેરિકી રેપર મેક મિલરનું નિધન

વોશિંગ્ટન: ર૬ વર્ષના અમેરિકી રેપર મેક મિલરનું નિધન થયું છે. ન્યૂઝ વેબસાઇટ ટીએમઝેડના જણાવ્યા મુજબ મેકે ડ્રગ્સનો ઓવરડોઝ કર્યો હતો તેના કારણે તેને કાર્ડિયાક એટેક આવી ગયો.

કેલિફોર્નિયામાં પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવેલા મિલરે માત્ર ૧પ વર્ષની ઉંમરમાં પહેલું રેપ બનાવ્યું હતું. મે-ર૦૧૮માં દારૂ પીને ગાડી ચલાવવા અને હિટ એન્ડ રનના આરોપમાં મેકની ધરપકડ થઇ હતી

ર૦૧૧માં આવેલા આલબમ બ્લૂસ્લાઇડ પાર્કથી તેને પ્રસિદ્ધિ મળી હતી. મેકને પોપસ્ટાર એરિયાના ગ્રાન્ડે સાથે અફેર હતું. આ બંને વચ્ચે થયેલા બ્રેકઅપનો સમય તેના માટે દુઃખદાયી રહ્યો.

બંને ઘણા સમય સુધી રિલેશનમાં રહ્યાં હતાં. એરિયાનાએ મેકના નશાની આદતના કારણે તેની સાથે બ્રેકઅપ કરી લીધું. ત્યારબાદ મેક વધુ નશામાં રહેવા લાગ્યો હતો.

મેકનું પાંચમું આલબમ ઓગસ્ટ-ર૦૧૮માં જ રિલીઝ થયું હતું. મેકના નિધન પર વીજ ખલીફા અને જોન મેયર ખૂબ જ દુઃખી છે.

મેયરે ઇન્સ્ટાગ્રામ પર એક બ્લેક ફોટો શેર કરતાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે, જ્યારે વીજ, જી-ઇજી અને ડીજે ખાલીદે પણ મિલર સાથે પોતાનો ફોટો શેર કર્યો છે.

You might also like