નેહરૂનાં કારણે દેશમાં થઇ રહ્યા છે બળાત્કાર : BJP ધારાસભ્ય

નવી દિલ્હી : જેએનયુને સેક્સ રેકેટનો અડ્ડો કહેનારા રાજ્સ્થાનનાં ભાજપનાં ધારાસભ્ય જ્ઞાનદેવ આહૂજાએ ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં બળાત્કારની ઘટનાઓ માટે નેહરૂ જવાબદાર છે. અલવર જિલ્લાનાં રામગઢનાં ધારાસભ્ય જ્ઞાનદેવ આહૂજાએ કહ્યું કે નેહરૂ- ગાંધી પરિવારની તમામ પ્રતિમાઓ અને મૂર્તિઓ તોડી દેવી જોઇએ અને સદ્દામ હુસૈન શાસનની જેમ જ્યારે આ મુર્તિઓ ટુટશે ત્યારે લોકો તેનાં પર થુકશે.

નેહરૂ ગાંધી પરિવારમાં સંસ્કાર નહી.

ભાજપનાં ધારાસભ્યએ કહ્યું કે દેશની તમામ સમસ્યાઓ જવાહરલાલ નેહરૂ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીનાં કારણે સર્જાઇ છે. તેમનાં કારણે જ દેશમાં ભ્રષ્ટાચાર અને બળાત્કાર વધ્યા છે. કારણ કે તેમનાં સંસ્કારો જ આવા છે. બે લગામ થયેલા આહૂજાએ કહ્યું કે તેમનાં પરિવારની વિજયા લક્ષ્મી પંડિત તે સમયે મુસલમાન સાથે લગ્ન કરવા માંગતી તી પરંતુ મહાત્મા ગાંધીએ તેવું કરતા અટકાવી હતી.

જેએનયુમાં સેક્સ રેકેટની વાત સાચી

જ્ઞાનદેવ આહુજાએ કહ્યું કે તેમની જેએનયુને સેક્સ રેકેટનાં અડ્ડા કહેવાની વાત સાબિત થઇ રહી છે. દર મહિને જેએનયુમાં 10 હજાર કોન્ડોમ મળવાની વાત અંગે તેમણે કહ્યું કે ઇલેક્ટ્રોનિક મશીનો લગાવાઇ છે, ઇચ્છે તો કોઇ પણ ગણી શકે છે. આહૂજાએ કહ્યુ કે દેશનાં વડાપ્રધાન મોદી એક દિવ્ય પુરૂષ છે અને ભારતની તમામ સમસ્યાઓનો અંત લાવશે.

ધારાસભ્યની સારવાર કરાવે મોદી.

ભાજપ ધારાસભ્યનાં નિવેદન બાદ કોંગ્રેસનાં પ્રવક્તા અર્ચના શર્માએ કહ્યું કે ધારાસભ્યની માનસિક સ્થિતી યોગ્ય નથી. વડાપ્રધાન મોદીએ તેની સારવાર કરાવવી જોઇએ.ભાજપ એવા સપના જુએ છે કે દેશનાં લોકો તેમનાં બકવાસનાં જવાબ આપશે.

You might also like