મહિલાની માલ મિલકત વેચાવી નરાધમે બળાત્કાર ગુજારતાં ચકચાર

અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં રહેતી એક મહિલાને લગ્નની લાલચ આપ્યા બાદ વિશ્વાસમાં લઇ તેની માલમિલકત વેચાવી નાખી નરાધમે સતત બળાત્કાર ગુજારતાં પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે રખિયાલ વિસ્તારમાં રહેતી ૩૧ વર્ષીય મહિલાને આજ વિસ્તારમાં આવેલ નૂરનગરમાં રહેતા અમજતખાન ઉર્ફે સમીર નસીમ અહેમદ રાજપૂત નામના શખ્સે પોતાની મોહજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ફસાવી હતી.

ત્યાર બાદ આ યુવાને થોડા જ સમયમાં લગ્ન કરી લઇએ છીએ તેમ જણાવી મહિલાનું મકાન અને દાગીના વેચાવી તેની રકમ પણ લઇ લીધી હતી અને તેને અલગ અલગ જગ્યાએ લઇ જઇ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.

જ્યારે આ મહિલાએ લગ્નનું દબાણ કરતાં નરાધમ તેને તરછોડી ચાલ્યો જતાં આ મહિલાએ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ધરપકડની તજવીજ હાથ ધરી છે.

You might also like