પાયલ ચલાવે છે સેક્સ રેકેટ : મને પણ કરતી મજબુર : બળાત્કાર પીડિતા

રાજકોટ : ઉતરાયણ બાદ પાયલે સોગંદનામું રજુ કરી કમલેશ રામાણીની વહારે આવી હતી. તે સાથે જ બળાત્કાર પીડિતા પર ગંભીર આક્ષેપો કરતુ સોગંદનામું પણ તેણે કોર્ટમાં રજુ કર્યું હતું. જેનાં પગલે પીડિતાએ આજે પોલીસ પ્રોટેક્શન વચ્ચે કોર્ટમાંબીજુ સોગંદનામું રજુ કર્યું હતું. પીડિતાએ માધ્યમોને જણાવ્યું હતું કે પાયલ મને બિલ્ડર રામાણી સાથે સેક્સ કરવા માટે મોકલતી હતી. પાયલ એક હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટ ચલાવે છે. જેનાં ગ્રાહકો રાજકોટ અને ગુજરાતનાં મોટા મોટા વેપારીઓ છે.

રાજકોટમાં દારૂ બિયરઅને પોર્ન સીડીઓ સાથે અગાઉ ઝડપાયેલી પાયલને કમલેશ રામાણી સાથે સંબંધો હતા. જો કે ત્યાર બાદ તેનાં અને કમલેશ રામાણી વચ્ચે વિવાદ થયોહતો. જે મીડિયામાં પણ ખુબ ચગ્યો હતો. જો કે પીડિતાને ફરિયાદ હતી કે રામાણી ખુલ્લેઆમ ફરી રહ્યો છે, છતા પણ તેની સાંઠગાંઠનાં કારણે પોલીસ તેને પકડી નથી રહી. તો બીજી તરફ તેણે તેવો પણ આક્ષેપ કર્યો કે પાયલ અને રામાણી વચ્ચે ગાઢ સંબંધો હોવાથી તે રામાણીને બચાવવા માટેનાં પ્રયત્ન કરે છે.

પીડિતાએ પાયલ પર પણ આક્ષેપ કરતા કહ્યું કે તે સેક્સ રેકેટ ચલાવે છે. આ સમગ્ર રેકેટમાં તેનો બોયફ્રેન્ડ કમલેશ રામાણી બિઝનેસ પાર્ટનર પણ છે. પાયલ તેને બચાવવા માટે ખોટા પુરાવાઓ ઉભા કરી રહી છે. અત્રે નોંધનીય છે કે કમલેશને આગોતરા જામીન ન મળે તે માટે પીડિતાએ બીજી વખત સોગંદનામું રજુ કર્યું હતું. જો કે હાલ તો આ મુદ્દે સરકારી વકીલે મુદ્દત માંગતા સુનવણી એક દિવસ માટે ટળી છે.

અત્રે ઉલ્લેખનીય છેકે પીડિતા દ્વારા આરોપ હતો કે ઠંડા પીણામાં કેફીદ્રવ્ય નાખીને બિલ્ડર કમલેશ રામાણીએ તેને હવસનો શિકાર બનાવી હતી. જો કે પોલીસ તેની ફરિયાદ નોંધની નહી હોવાનાં કારણે તેણે પેટ્રોલ પંપ પર ફિનાઇલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ફરિયાદ થયા બાદથી કમલેશ રામાણી ફરાર છે.

You might also like