પિતાની સામે જ પુત્રીઓની લૂંટાઇ લાજ, એકની હાલત નાજુક

અમદાવાદઃ : દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નજીકના ગામમાં બે બહેનો પર દુષ્કર્મ કર્યું હોવાની ધટના સામે આવી છે.  બુટલેગર સહિતના પાંચ શખ્સો 15 અને 13 વર્ષની સગી બહેનો અને તેમના પિતાનું  અપહરણ કરીને જીપમાં લઇ ગયા હતા. ચાલુ જીપે પિતાની સામે જ બંને પુત્રીઓની આબરૂ નરાધમોએ લૂંટી લીધી હતી. બાદમાં પિતા અને બંને પુત્રીઓને ચાલુ જીપે ફેંકી દેવામાં આવ્યા હતા.

પીડિતાના પિતા કરિણાની દુકાન ધરાવે છે. ગઇ કાલે તેઓ પોતાના ઘરે બેઠા હતા, ત્યારે બંને પુત્રીઓને જીપમાં નરાધમો ઉપાડી જવા આવ્યા હતા. પિતા પ્રતિકાર કરતા તેમને પણ જીપમાં બેસાડીને મારમારવમાં આવ્યો અને તેમની નજર સામે જ પુત્રીઓ પર દુષ્કર્મ કરવામાં આવ્યું છે. દારૂના ગુનામાં પકડાયેલા પીડિતાના ભાઇએ પોલીસ સમક્ષ બુટલેગરોના નામ આપી દેતા. બદલો લેવા માટે બુટલેગરોએ બંને બહેનોની ઉઠાવીને તેમની સાથે અધમકૃત્યુ કર્યું હતું.

પીડિતાએ અશ્રુભીની આંખો પોલીસને આપવીતી જણાવી હતી કે તેઓ અમારા બધા કપડાં ફાળી નાખ્યા હતા અને અમારી પર તૂટી પડ્યા હતા. મારી નાની બહેન તો બેભાન થઇ ગઇ હતી. હજી પણ તે અસ્વસ્થ જ છે. પોલીસે પાંચ લોકો વિરૂદ્ધ અપહણ અને બળાત્કારનો ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી છે. પોલીસે તેમની ધરપકડ પણ કરી લીધી છે.

http://sambhaavnews.com/

 

 

You might also like