થરાદ તાલુકાની શાળાનાં પ્રિન્સિપાલનો શિક્ષિકા પર બળાત્કારઃ ત્રણ સામે ફરિયાદ

ડીસા: બનાસકાંઠાના થરાદની એક શિક્ષિકા તેના સાથી કર્મચારીની સતામણી બાદ બળાત્કારનો ભોગ બની છે. પ્રાથમિક સ્કૂલની શિક્ષિકા એવી પીડિત મહિલાને તેમની જ સ્કૂલના પ્રિન્સિપાલે હવસનો ભોગ બનાવતા આ મહિલાએ પોલીસમાં ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

થરાદ તાલુકાના એક ગામની એક મહિલા શિક્ષક તરીકે કાર્યરત હતી. જોકે આ સ્કુલના પ્રિન્સિપાલે ચાર્જ સંભાળતા જ આ શિક્ષિકાને હવસનો શિકાર બનાવવાનું નક્કી કર્યું હતું અને તે બાદ માનસિક ત્રાસથી તાબે કરવા આચાર્ય એવા શિક્ષક અને તેના સાથીદાર એવા અન્ય શિક્ષકે આ પીડિતાની પજવણી શરૂ કરી, સ્કૂલમાં રજા આપવામાં ના પાડવી, બિનજરૂરી ઠપકો આપવો, જાહેરમાં ઉતારી પાડવા, સહિતના પેંતરા રચતા મુખ્ય શિક્ષકે પ્રિન્સિપાલ તરીકેના પોતાનો પાવર વાપરી નિત્ય આ શિક્ષિકાને હેરાન કરતા તે કંટાળી ગઇ હતી. તેમ છતાં તે મૂંગા મોઢે ત્રાસ સહન કરતી હતી.

આ પીડિતા ગત ૯ ફેબ્રુઆરીના રોજ પોતાના વતનથી સ્કૂલમાં આવી રહી હતી ત્યારે પ્રિન્સિપાલ અને આરોપી એવા કાનજીભાઇ માધાભાઇ વેણનો ફોન પીડિતા પર આવ્યો હતો અને કહેલ કે કેટલે પહોંચી છો ? ત્યારે પીડિતાએ કહેલ કે “થરાદ આવી છું ? જેથી પ્રિન્સિપાલે કહેલ કે હું મારી છોકરીને મુકવા થરાદ આવ્યો છું જેથી તમે મારી ગાડીમાં બેસી સ્કૂલે આવી જજો તેમ કહેતા વિશ્વાસ રાખી પીડિતા આરોપી એવા પ્રિન્સિપાલની ગાડીમાં બેઠી હતી જ્યાંથી પ્રિન્સિપાલ સ્કૂલની જગ્યાએ તેમના સંબંધીને મળી સ્કૂલે જઇએ તેવું કહી એક મકાન આગળ લઇ ગયા હતા અને ત્યાં ચા-પાણી કરવાનું કહી પીડિતાને મકાનમાં બોલાવી હતી. તે બાદ મકાન માલિક ત્યાંથી જતો રહેતા આ પ્રિન્સિપાલે પીડિત શિક્ષિકા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. અને કહેલ કે તું મારી સાથે આ રીતે સંબંધ રાખીશ તો તને રજા મળશે અને તકલીફ નહિં પડે તેવું જણાવ્યું હતું.

બળાત્કારની પીડાથી તડપતી આ પીડિતાએ સગાઇ થયેલા પતિને આ વાત કહેતા તે મદદે આવ્યો હતો અને તે બાદ પીડિતાએ હિંમતભેર આરોપી એવા સ્કૂલ પ્રિન્સિપાલ કાનજીભાઇ માધાભાઇ વેણ સહ આરોપી શિક્ષક પીરાભાઇ તગાભાઇ નાઇ અને અન્ય સામે બળાત્કાર અને મદદગારીની ફરિયાદ નોંધાવતા થરાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

You might also like