અમદાવાદની વધુ એક યુવતી બની દુષ્કર્મનો ભોગ, પોલીસે ફરિયાદ ના લીધી હોવાનો આક્ષેપ

અમદાવાદઃ બેટી બચાવોની વાતો વચ્ચે અમદાવાદ શહેરમાં વધુ એક યુવતી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. બંકિમ નિગમ નામનાં એક યુવકે પિડીતાને લગ્નની લાલચ આપીને તેની પર અનેક વાર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે ચાંદખેડા પોલીસે યુવતીની ફરિયાદ લેવાનો ઈન્કાર કર્યો હતો.

જેથી યુવતીનાં પરિવારે પોલીસ કમિશ્નર સમક્ષ અરજી કરી હતી. યુવતીનાં પરિવારનો એવો આક્ષેપ છે કે, પોલીસ ભાજપનાં સ્થાનિક કાર્યકર્તાનાં દબાણમાં ફરિયાદ લેવામાં ધાંધીયા કરે છે અને ત્યાર બાદ આ સમગ્ર મામલો મીડિયામાં આવતા તેની ફરિયાદ નોંધવામાં આવી.

મહત્વનું છે કે વારંવાર આ યુવતીને ધાક ધમકી આપીને આ બંકિમ તેની સાથે દુષ્કર્મ ગુજારતો હતો. અંતે યુવતીએ ચાંદખેડા પોલીસમાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધવા આ મામલે વધુ તજવીજ હાથ ધરી હતી. પરંતુ પોલીસે ફરિયાદ ના લેતા પોલીસ કમિશ્નરને આ અંગે જાણ કરી હતી. આરોપી બંકિમ નિગમ ભાજપમાં લાગવગ ધરાવતો હોવાથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં ન આવતી હોવાનો પણ યુવતીએ આક્ષેપ કર્યો હતો.

You might also like