પરિણીતા અને તરુણી પર બળાત્કાર ગુજારાતાં ચકચાર

અમદાવાદ: સરદારનગર અને શાહીબાગ વિસ્તારમાં પરિણીતા અને તરુણી પર બળાત્કાર ગુજારાતાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. પોલીસે આ અંગે ગુના દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સરદારનગરમાં રહેતી ૩પ વર્ષીય પરિણીતા પર મેઘાણીનગરના પુષ્પાનગર ખાતે રહેતા વિક્રમસિંહ રાઠોડ નામના શખ્સે બળાત્કાર ગુજાર્યો હતો અને જો કોઇને વાત કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. પરિણીતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શાહીબાગની ગજાનંદ સોસાયટી ખાતે રહેતા મેહુલ ગોપાલભાઇ લેઉવા નામના શખ્સે આ વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષીય સગીરાનું અપહરણ કરી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને માણસા નજીક છોડી દઇ આરોપી નાસી છૂટ્યો હતો. પોલીસે આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

You might also like