તરુણીનું અપહરણ કરી બળાત્કારઃ રૂ. દસ લાખની માગણી કરી મારી નાખવાની ધમકી

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારમાં રહેતી એક તરુણીનું અપહરણ કરી તેના પર બળાત્કાર ગુજાર્યા બાદ નરાધમે તરુણીના પિતાને ધમકી અાપી રૂ. દસ લાખની માગણી કરતાં અા ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. મેઘાણીનગર પોલીસે અા અંગે અપહરણ અને બળાત્કારનો ગુનો દાખલ કરી અારોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
અા અંગેની વિગત એવી છે કે મેઘાણીનગર વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની તરુણીને છ માસના ગાળા દરમિયાન તેના ઘર નજીક રહેતો સની પટણી અને તેના બે સાગરીતોની મદદગારીથી ઉઠાવી ગયો હતો અને અા છ માસના ગાળા દરમિયાન તરુણીને જુદા જુદા ગોંધી રાખી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

અા પછી નરાધમે તરુણીને ધમકી અાપી તેના પિતા સાથે વાતચીત કરાવી હતી અને અા પછી નરાધમે તરુણી તેના કબજામાં હોય રૂ. દસ લાખની માગણી કરી તરુણીને જાનથી મારી નાખવાની ધમકી અાપી હતી. અા અંગે તરુણીના પિતાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઝીણવટભરી કાર્યવાહી શરૂ કરી છે.

You might also like