નાનીના ઘરે આવેલા સગીર પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

અમદાવાદ: શહેરમાં નાની બાળકીઓને સગીર વયના લોકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના બનાવમાં અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં સગીરે તેના સગીર મિત્ર સાથે સૃ‌િષ્ટ વિરુદ્ધનું કૃત્ય કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. બે દિવસ પહેલાં આઇસક્રીમની લાલચ આપીને સગીરે તેના આ મિત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.

દાણીલીમડા પોલીસે પોક્સો એક્ટ હેઠળ સગીર વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દાણીલીમડામાં રહેતો 15 વર્ષીય સગીર બે દિવસ પહેલાં દાણીલીમડા બેરલ માર્કેટ પાસે આવેલ તેનાં નાનીના ઘરે ગયો હતો, જેમાં નાનીની પાડોશમાં રહેતો 16 વર્ષીય સગીર તેને આઇસક્રીમની લાલચ આપીને લઇ ગયો હતો. પાડોશી મિત્રે કોઇ અજ્ઞાત સ્થળે લઇ જઇને સગીર પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર સગીરના પિતાને ઘટનાની જાણ થતાં ગઇ કાલે મોડી રાતે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં 16 વર્ષીય સગીર પર ગુનો દાખલ કરાવ્યો છે.

દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. કે.ગોસ્વામીએ જણાવ્યું છે કે સગીર આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને ભોગ બનનારને મે‌િડકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. જ્યારે નાસતા ફરતા સગીર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
http://sambhaavnews.com/

You might also like