ચાંગોદર નજીક સેક્સ વર્કર પર સામૂહિક બળાત્કારનો પ્રયાસ

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ચાંગોદર નજીક પોલટ ગામની સીમમાં આવેલ એક ફાર્મ હાઉસમાં સેક્સ વર્કર પર સામૂહિક બળાત્કારનો પ્રયાસ બનવાનો ચોંકવાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ચાંગોદર પોલીસે આરોપીઓ વિરુદ્ધમાં બળાત્કારનો તથા બળાત્કારના પ્રયાસની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફતેવાડીમાં રહેતી એક સેક્સ વર્કર યુવતીને તેના મિત્ર રાજુ દરબારે ચાંગોદર પાસે ફોન કરીને બોલાવી હતી. યુવતી ચાંગોદર પહોંચી ત્યારે રાજુ અને તેનાે મિત્ર યુવતીને કારમાં બેસાડીને પોલટ ગામની સીમમાં આવેલ એક ફાર્મ હાઉસમાં લઇ ગયા હતા. રાજુ સેક્સ વર્કર યુવતીને લઇને ફાર્મ હાઉસમાં પહોંચ્યો ત્યારે પહેલેથી જ આ ફાર્મ હાઉસમાં 10 જેટલા યુવાનો દારૂની મહેફિલ માણી રહ્યા હતા.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર દારૂની મહેફિલ માણતા યુવકોને જોઇને જ્યારે યુવતીએ રાજુને પરત ચાંગોદર મુકી જવાનું કહ્યું ત્યારે રાજુએ તેને સમજાવી એક રૂમમાં બેસાડી રાખી હતી. એકાદ કલાક બાદ તમામ નશામાં ધુત યુવાનો ભુખ્યાં વરુંની જેમ સેક્સ વર્કર યુવતી પાસે આવ્યા હતા અને તેની ઉપર સામૂહિક બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. સૌપ્રથમ રાજુએ સેક્સ વર્કર મરજી વિરુદ્ધમાં શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ શરૂ કરતાં યુવતીએ વિરોધ વ્યક્ત કર્યો હતો. નશામાં ચકચૂર યુવકોએ યુવતીને પકડી રાખી હતી અને રાજુએ તેની ઉપર બળાત્કાર કર્યો હતો. તે સમયે નશામાં ચકચૂર ભૂખ્યાં વરુંની જેમ તૂટી પડી શારીરિક અડપલાં શરૂ કર્યાં હતાં.

યુવતી ગમે તેમ કરીને જીવ બચાવીને ફાર્મ હાઉસમાંથી ભાગી હતી. યુવાનો તેની પાછળ દોડ્યા હતા. પોલટ ગામમાં રહેતા એક પરિવારે યુવતીને તેના ઘરમાં છુપાવી દીધી હતી. ચાર કલાક પછી યુવતીએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી ત્યારે મુખ્ય આરોપી રાજુએ ફરિયાદ નહીં નોંધવવાના મુદ્દે મોબાઇલ પર યુવતીને ધમકી આપી હતી. ચાંગોદર પોલીસે યુવતીની મહિલાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ચાંગોદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એ.દેસાઇએ જણાવ્યું છે કે યુવતી ફરિયાદ કરવા માટે આવવા ગભરાતી હતી માટે ગઇ કાલે એલીસીબી ઓફિસમાં જઇને અને ફરિયાદ દાખલ કરી છે આજે યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરીશું.

You might also like