બરાલાની મુશ્કેલીમાં વધારો છેડતી બાદ બળાત્કારનો આરોપ

728_90

હિસાર : હરિયાણા ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સુભાષ બરાલાનાં ભત્રીજા અને પૌત્ર પર બળાત્કારનો આરોપ લગાવનારી કિશોરીનું કહેવું છે કે તેને વર્ણિકા કુંડૂને જોઇને હિમ્મત આવી હતી. હવે તે પણ પોતાની લડાઇ લડશે. નોંધનીય છે કે બરાલાનાં ભત્રીજા અને પૌત્ર વિરુદ્ધ પંજાબ તથા હરિયાણાહાઇકોર્ટમાં અરજી દાખલ કરનારી ફતેહાબાદ જિલ્લાની તરૂણી તથા તેનો પરિવાર છેલ્લા 2 મહિનાથી ગામ છોડીને પોતાનાં મામાના ઘરે રહી રહ્યા છે.

પીડિતાનો પરિવાર ડરનાં કારણે ગામમાં પરત પણ ફરી શકવાની હિંમત નથી. પીડિત યુવતીનું કહેવું છે કે વિકાસ બરાલા અને આશીષની કરતુત અને ત્યાર બાદ વર્ણિકા કુંડૂની મદદે તેને હિમ્મત અપાવી છે. ફતેહાબાદમાં મીડિયા સાથે ચર્ચા કરતા કિશોરીએ કહ્યું કે, જ્યારે તે ફરિયાદ લખાવવા માટે ગઇ ત્યારે પોલીસે પોતાની મરજી અનુસાર ફરિયાદ લખી હતી.તેનું અપહરણ બાદ બળાત્કાર થયો હતો પરંતુ પોલીસે ફરિયાદમાં તે પોતાની મરજીથી ગઇ હોવાનું લખ્યું હતું.

You might also like
728_90