દુષ્કર્મ કેસનો આરોપી નારાયણ સાંઈ સાહિબાબાદથી ચૂંટણી લડશે

ગાઝિયાબાદ: દુષ્કર્મ કેસનો આરોપી નારાયણ સાંઈ આગામી દિવસોમાં યુપીના સાહિબાબાદથી ચૂંટણી લડશે. આ માટે હાલ તે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે, જેના સંદર્ભમાં નારાયણ સાંઈની એક ટીમ હાલ સાહિબાબાદના પ્રવાસે ગઈ છે.

બીજી તરફ સગીરા પર દુષ્કર્મના કેસમાં જેલમાં રહેલા આસારામે આ બાબતનો વિરોધ કરતાં જણાવ્યું કે તેમના પુત્ર નારાયણ સાંઈને કેટલાક સ્વાર્થી લોકો ઉશ્કેરી રહ્યા છે અને તેને યુપીમાં પાર્ટી બનાવી ચૂંટણી લડવા બાબતે દબાણ કરી રહ્યા છે તે અયોગ્ય છે. આસારામને તાજેતરમાં કોર્ટમાં હાજર કરવા લાવવામાં આવ્યા હતા ત્યારે તેમના પુત્રની ચૂંટણી લડવા બાબતે કરવામાં આવેલા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે ખરેખર નારાયણ સાંઈએ બીજા લોકોની વાતમાં આવી જઈને આવી રીતે પાર્ટી બનાવીને ચૂંટણી લડવી ન જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે દુષ્કર્મના કેસમાં પિતા અને પુત્ર અેમ બંનેને આરોપી ગણી તેમની સામે કાર્યવાહી ચાલી રહી છે, જેમાં આસારામ જેલમાં છે.
http://sambhaavnews.com/

You might also like