12માં ધોરણની વિદ્યાર્થીનાં મૃતદેહ સાથે કરતા રહ્યા બળાત્કાર

લખનઉ : ઉત્તર પ્રદેશની રાજધાનીમાં મુખ્યમંત્રીનાં ઘરની નજીક એક વિદ્યાર્થીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જો કે આ અંગે તપાસ કરી રહેલી પોલીસ ચોંકી ઉઠી હતી. આ હત્યામાં બે રિક્ષાચાલકોની ધરપકડ કરવામાં આવી છે. જો કે આ બંન્ને હવસખોરોએ યુવતી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરી દીધી હતી. જો કે એટલેથી નહી અટકી જતા આ વિકૃત યુવકોએ બે દિવસ સુધી તે યુવતીની લાશની સાથે પણ બળાત્કાર કર્યો હતો. હાલ તો બંન્નેની ધરપકડ કરીને બંન્ને રિક્ષાચાલકોને જેલભેગા કરી દેવાયા છે.
કાલે બંન્ને આરોપીઓને કોર્ટમાં હાજર કરીને તેમનાં રિમાન્ડની માંગણી કરવામાં આવશે. બંન્નેનાં પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવશે. તે ઉપરાંત ગોલ્ફ ક્લબનાં અન્ય બે કર્મચારીઓનાં નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જાનકીપુરમમાં રહેતી એક વિદ્યાર્થીની ઇન્દિરા નગરની આરએલબી સ્કૂલમાં અભ્યાસ કરી હતી. બુધવારે પ્રેક્ટિકલની પરિક્ષા આપવા માટે તે ઘરેથી નિકળી હતી પરંતુ શાળાએ પહોંચી જ નહોતી. પરિવારે સાંજ સુધી વિદ્યાર્થીની પરત નહી ફરતા પરિવારને શોધખોળ ચાલુ કરી દીધી હતી. અંતે તેનાં પરિવારે મોડી રાત્રે જાનકીપુરમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
15 ફેબ્રુઆરીએ સવારે હજરતગંજ પાર્ક રોડ પર ગરનાળામાંથી એક લાશ મળી આવી હતી. પોલીસે ઘઠના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. વિદ્યાર્થીનીનાં પરિવારને ઓળખ માટે બોલાવવામાં આવ્યા હતા. તેઓએ વિદ્યાર્થીનીની ઓળખ કરી હતી. વિદ્યાર્થીનીનો મૃતદેહ ઝાડસાથે બંધાયેલી હાલતમાં મળી આવ્યો હતો. મુખ્યમંત્રી અખીલેશે આ ઘટનાની તપાસ એસટીએફ પાસે કરાવવાની બાંહેધરી પરિવારને આપી છે.

You might also like