મેગેઝીનના કવરપેજ માટે રણવીરે પહેરી નોઝ રિંગ

બોલિવૂડ સ્ટાર રણબીર સિંહનો ફેશન ફંડા એકદમ અલગ છે. તે ક્યારે કયા રૂપમાં જોવા મળે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ આ વખતે રણબીર કંઇક એવા લૂકમાં જોવા મળ્યો છે કે તેને જોઇને તમે પણ ચોંકી જશો. રણવીરે એક મેગેઝીનના કવર પેજ માટે નાકે નથણી પહેંરી છે.

રણવીર આ પહેલાં પણ અનેક રૂપમાં જોવા મળ્યો છે. બાજીરાવ મસ્તાની ફિલ્મ માટે તેણે પોતાના વાળ એકદમ નાના કરાવી દીધા હતા અને મુછો વધારી હતી. ત્યાર બાદ હવે એલ.ઓફિશિયલ નામની મેગેઝીનના ફેબ્રુઆરી અંક માટે રણવીર નથણીમાં જોવા મળી રહ્યો છે.

Ranveer-nose-ringમેગેઝીનના કવર પેજ પર છપાયેલા આ ફોટામાં રણવીર એકદમ અલગ જ દેખાઈ રહ્યો છે. આ ફોટોમાં રણબીરે કોઇ રંગ બેરંગી સ્ટાઇલિશ કપડાં નથી પહેર્યાં. તેણે લાઇટ બ્લ્યુ કલરનો ગુચ્ચીનો શર્ટ તેમજ સાથે આમ્રપાલી નોઝ રિંગ પહેરી છે. જોકે આ લૂકમાં પણ રણબીર એકદમ કૂલ દેખાઇ રહ્યો છે.

You might also like