હવે કપિલ દેવ પર બનશે ફિલ્મ, રણવીર સિંહ લીડ રોલમાં

મોહમ્મદ અઝરુદ્દીન, મિલ્ખા સિંહ, મેરી કૉમ, એમ.એસ.ધોની અને સચિન તેંડુલકર બાદ હવે પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવના જીવન પર બાયોપિક બનવા જઈ રહી છે. આ ફિલ્મમાં બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ કપિલ દેવનો રોલ કરે તેવી શક્યતા છે.

એવું પણ જાણવા મળી રહ્યું છે કે, ‘એક થા ટાઈગર’, ‘બજરંગી ભાઈજાન’ અને ‘ટ્યૂબલાઈટ’ જેવી ફિલ્મોને ડાયરેક્ટ કરી ચૂકેલા કબીર ખાન આ ફિલ્મ ડાયરેક્ટ કરી શકે છે. કપિલ દેવના રોલ માટે પહેલા અર્જુન કપૂરનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે ના પાડતા આ રોલની ઓફર રણવીર સિંહને કરવામાં આવી છે, જેના માટે રણવીરે હા પણ પાડી છે.

આ ફિલ્મથી રણવીર પહેલી વાર કબીર ખાન સાથે કામ કરશે. બાજીરાવ મસ્તાની અને પદ્માવતી જેવી ફિલ્મોમાં મહારાજાઓના રોલ બાદ રણવીરને એક સ્પોર્ટ્સપર્સનના લુકમાં જોવા દર્શકો આતુર રહેશે.

You might also like