પદ્માવતીના સેટ પર રણવીરને થઇ ઇજા

મુંબઇઃ બોલિવુડ એક્ટર રણવીર સિંહ હાલ પદ્માવતીના સેટ પર શૂટિંગ કરતી વખતે ઇજાગ્રસ્ત થયો છે. તેને માથામાં ઇજા થઇ છે. ત્યાર બાદ તેને લીલાવતી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. અભિનેતાના નિકટના સૂત્રોએ જણાવ્યું છે કે રણવીર સારવાર લઇને ફરી પાછો ફિલ્મના સેટ પર ચાલ્યો ગયો હતો. આ ઘટના ગુરૂવારે ફિલ્મના સેટ પર થઇ હતી. ફિલ્મના ક્લાઇમેક્સની શૂટિંગમાં રણવીર એટલો મશગુલ હતો કે તેને વાગ્યુ હોવાનો અહેસાસ ન હતો.

માથામાંથી લોહી વહેવા લાગ્યું ત્યારે તેને પોતાની ઇજાનો ખ્યાલ આવ્યો. રણવીરને સેટ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી ત્યાર બાદ તેમને તુરંત હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. સારવાર લઇને પરત ફિલ્મના સેટ પર જતો રહ્યો હતો. આ પહેલાં પણ રણવીરને સંજય લીલા ભંસાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં પણ ઇજાઓ થઇ હતી. ઐતિહાસિક ફિલ્મ પદ્માવતીમાં રણવીર અલાઉદ્દીન ખિજલીની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં તેની સાથે શાહિદ કપૂર અને દીપિકા પાદુકોણ પણ છે.

http://sambhaavnews.com/

You might also like