લોર્ડ્સમાં પહોંચેલા રણવીરે વરસાદને ભગાડવા માટે કહ્યુંઃ રેન રેન ગો અવે

લંડનઃ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ વરસાદને ભેટ ચડી ગયો. આ કારણે મેદાન પર હાજર ક્રિકેટ ફેન્સની સાથે સાથે બોલિવૂડ સ્ટાર રણવીરસિંહ પણ નિરાશ થયો. રણવીર પણ મેચ જોવા માટે લોર્ડ્સ પહોંચ્યો હતો. રણવીરને મેચ તો જોવા ના મળી, પરંતુ લોર્ડ્સમાં ક્રિકેટના ભગવાન કહેવાતા સચીન તેંડુલકર સાથે તેની મુલાકાતા જરૂર થઈ.

વરસાદ દરમિયાન રણવીરે પોતાના સોશિયલ એકાઉન્ટ પર બે તસવીર શેર કરીને જણાવ્યું હતું કે તે મેચ શરૂ થવાની રાહ જોઈ રહ્યો છે. પહેલી તસવીરમાં તે એકલો જોવા મળ્યો. આ તસવીર સાથે તેણે લખ્યું, ‘રેન રેન ગો અવે…’ (વરસાદ ઓ વરસાદ, જલદી દૂર ચાલ્યો જા) જ્યારે બીજી તસવીરમાં તેની સાથે સચીન અને ફિલ્મ ડિરેક્ટર કબીર ખાન પણ દેખાઈ રહ્યા છે.

આ બંને તસવીર સૌથી પહેલાં કબીર ખાને પોસ્ટ કરી હતી. સચીન સાથેની તસવીરને શેર કરતાં કબીરે લખ્યું હતું, ”સચીન એ સમયે ફક્ત નવ વર્ષનો હતો, જ્યારે તેણે ૧૯૮૩માં કપિલ દેવને અહીં વર્લ્ડકપ ટ્રોફી ઉઠાવતો જોયો હતો. આ જીતે સચીનને ભારત તરફથી રમવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. હવે ૩૫ વર્ષ બાદ અમે અમારી ફિલ્મ ‘૮૩’ માટે લોર્ડ્સમાં આવ્યા છીએ.

કબીર ખાન ૧૯૮૩ના વર્લ્ડકપ પર ફિલ્મ બનાવી રહ્યો છે, જેમાં ભારતે જીત હાંસલ કરી હતી. ભારતને પ્રથમ વર્લ્ડકપ અપાવવામાં એ સમયનો કેપ્ટન અને દુનિયાના મહાન ઓલરાઉન્ડર કપિલ દેવનો બહુ મોટો ફાળો રહ્યો હતો.

You might also like