“બેફિક્રી”ના ફર્સ્ટ પોસ્ટર રિલીઝમાં રણવીર-વાણીના કિસિંગ પોઝ..

મુંબઇઃ આદિત્ય ચોપરાની ફિલ્મ “બેફિક્રી”નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. આ પોસ્ટરમાં અભિનેતા રણવીર સિંહ અને વાણી કપૂર એકબીજાને કિસ કરતા જોવા મળી રહ્યાં છે. વાણીએ ટવિટર પર પોતાની આગામી ફિલ્મના ફર્સ્ટ પોસ્ટરને શેયર કર્યું છે.

પેરિસની પૃષ્ઠભૂમિ પર આધારિત આ લવ સ્ટોરી દ્વારા આદિત્ય આઠ વર્ષ પછી નિર્દેશનમાં પરત ફરી રહ્યો છે. તેની નિર્દેશિત કરેલી અંતિમ ફિલ્મ શાહરૂખ ખાનની “રબને બનાદી જોડી” હતી. આ પહેલાં રણવીરે ટવિટર પર ફસ્ટ લૂક રજૂ કરતા લખ્યું હતું કે, “તમે પહેલી ઝલક જોવા માંગતા હતા, તે તમને મળી ગઇ..વાણીની સાથે “બેફિક્રી”નો ફ્સટ લૂક ખાસ દર્શકો માટે..”

મળતી માહિતી મુજબ આ ફિલ્મમાં બોલીવુડની આ નવી જોડી લગભગ 23 વખત કિસ કરી ચૂકી છે. યશરાજ બેનર હેઠળ બની રહેલી ફિલ્મમાં ભરપૂર બોલ્ડ સીન્સ શામેલ કરવામાં આવ્યા છે. પરંતુ મેકર્સે એ વાતનુ સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે કે સ્ટાર્સ વચ્ચે આ સીન્સ જરૂરતથી વધારે પણ ન હોવા જોઇએ અને જરૂરતથી ઓછા પણ ન હોવા જોઇએ. આ ફિલ્મ 9 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

You might also like