૨૪ કિસિંગ સીનવાળા ‘લબોં કા કારોબાર’ ગીત પર સેન્સરની કાતર ફરશે

મુંબઈ: રણવીરસિંહની અાગામી ફિલ્મ ‘બેફિકરે’ના બહુચર્ચિત ગીત ‘લબોં કા કારોબાર’ પર સેન્સરની કાતર ફરવા જઈ રહી છે. યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી અા ફિલ્મનું ગીત તાજેતરમાં લોન્ચ થયું છે. ગીતના શબ્દો મુજબ અા ગીતમાં ૨૪ કિસિંગ સીન છે જે અાર્ટ અોફ કિસિંગને સમર્પિત છે.

ગીતમાં ગે અને લેસ્બિયન કપલ્સનાં કિસિંગ સીન પણ છે. અાવા સંજોગોમાં જેમ્સ બોન્ડના કિસિંગ સીન પર કાતર ચલાવનાર સેન્સર બોર્ડ કેવી રીતે ચૂપ રહેશે. બોર્ડના અધ્યક્ષ પહલાજ નિહલાનીઅે જણાવ્યંુ કે અા ગીત હજુ તેમના સુધી પહોંચ્યું નથી પરંતુ તેને અોનલાઈન રિલીઝ કરી દેવાયું છે. જો અા ગીત તેમના સુધી પહોંચ્યું હોત તો તેઅો તેને ક્યારેય પાસ ન કરત.

અા ફિલ્મને અાદિત્ય ચોપરા નિર્દેશિત કરી રહ્યા છે. અા ફિલ્મમાં રણવીરસિંહની સાથે વાણી કપૂર છે. ફિલ્મ ૯ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. અા જોવું એટલું દિલચસ્પ થશે કે અા ગીત પર સેન્સર કેવી રીતે કાતર ચલાવે છે. અાખું ગીત હટાવી દે છે કે પછી કેટલાંક કિસિંગ સીન હટાવવામાં અાવશે.

જાણકારી મુજબ સેન્સર ડઝન કરતાં વધુ કિસિંગ સીન કાપી નાખશે. યુ ટ્યૂબ પર અા ગીતને અત્યાર સુધી ૨૦ લાખ હિટ્સ મળી ચૂકી છે. અા ગીત પર મિશ્ર પ્રતિક્રિયા સામે અાવી રહી છે. કેટલાક લોકોને અાટલાં વધુ કિસિંગ સીન હજમ થઈ રહ્યાં નથી તો બીજી તરફ કેટલાક લોકો અેવા પણ છે જે અા ગીતનાં વખાણ કરી રહ્યા છે. અા ગીતનાં પોસ્ટરમાં લીડ કપલ એક બીજાં સાથે લિપ લોક કરતું દેખાય છે.

You might also like