લગ્ન માટે રણવીરસિંહ અને દીપિકા પદુકોણ ઈટાલી જવા રવાના

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ અને રણવીરસિંહ ગઈ કાલે રાત્રે ઈટાલી જવા રવાના થઈ ગયા છે. આ કપલ પોતાના લગ્નના રીતરિવાજ અને વિધિ માટે ઈટાલી જવા રવાના થઈ ચૂક્યું છે. ગઈ કાલે રાત્રે બંને મુંબઈના એરપોર્ટ પર સુંદર સફેદ પોશાકમાં જોવા મળ્યા.

દીપિકા અને રણવીર બંનેએ સફેદ રંગના આઉટફીટ પહેર્યા હતા.  રણવીર ખુદ પોતાની સુંદર સફેદ કાર ડ્રાઈવ કરીને એરપોર્ટ પર પહોંચ્યો. તે ખૂબ જ ખુશ દેખાતો હતો. ફોટોગ્રાફર્સે લગ્ન માટે તેને ઘણી બધી શુભેચ્છાઓ આપી. રણવીરે બંને હાથ હલાવીને બધાનું અભિવાદન કર્યું.

કેમ કે ફેન્સ અને ફોટોગ્રાફરે રણવીરની ગાડીને ચારેય બાજુથી ઘેરી લીધી હતી. બોડીગાર્ડ આવ્યા ત્યારે રણવીર પોતાની ગાડીમાંથી બહાર નીકળી શક્યો. આગળ વધીને તે કેટલાક ફેન્સને પણ મળ્યો. આ સમયે મીડિયા અને ફેન્સની ભીડ એરપોર્ટ પર દેખાતી હતી.

રણવીરના ચહેરા પર સતત હાસ્ય હતું. રણવીરે જોકે મીડિયા સાથે કોઈ ખાસ વાતચીત ન કરી. દીપિકા પદુકોણ સફેદ રંગના કપડામાં સજેલી હતી. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ૧૪ અને ૧૫ નવેમ્બરના રોજ આ કપલ લગ્નના બંધનમાં બંધાશે. તેઓ ઈટાલીના લેક કોમોમાં લગ્ન કરશે.

You might also like