રણવીરે માર્યો આલ્યાને પ્રપોઝ

મુંબઇ: બોલીવુડ અભિનેતા રણવીર સિંહ પોતાની ગર્લફ્રેન્ડને છોડીને હાલમાં આલિયા ભટ્ટની સાથે ઇશ્ક ફરમાવી રહ્યો છે. આવું અમે નહીં પણ આ ફોટો કહે છે.

અમે વાત કરી રહ્યા છીએ આ સામે આવેલા ફોટાની, જેમાં રણવીર ઘૂંટણ પર બેસીને આલિયાને પ્રપોઝ કરતો નજરે જોવા મળી રહ્યો છે. રણવીરના આ રોમિયો સ્વરૂપને જોઇને આલિયા પણ ચોંકેલી જોવા મળે છે.

તાજેતરમાં જ આ જોડીએ એક ટ્રેવલ પોર્ટલ માટે એડ શૂટિંગ કર્યું છે. આ એડની કેટલીક મસ્તી વાળા ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. જેમાં એક આલિયાની સાથે ફોટો છે, તો બીજામાં રણવીર ‘રાજ દિલવાલા’ બનીને પોઝ આપતો નજરે જોવા મળી રહ્યો છે.


રણવીર થોડાક દિવસ પહેલા જ પોતની ફિલ્મ બિફિક્રેનું શૂટિંગ કરીને મુંબઇ પાછો ફર્યો છે. સૂત્રોનું માનીએ તો આ બંનેની જોડી જોયા અખ્તરની આવનારી ફિલ્મમાં રોમાન્સ જોવા મળી શકે છે. જો આવું થાય છે તો પહેલી વખત થશે કે રણવીર અને આલિયા એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે.

You might also like