વૈશ્વિક સાઇબર હૂમલો : આંધ્રપ્રદેશ પોલીસનું સર્વર ઠપ્પ થયુ

નવી દિલ્હી : આંધ્રપ્રદેશમાં પોલીસ વિભાગનાં કોમ્પ્યુટરનાં એક હિસ્સાને શનિવારે વૈશ્વિક સાઇબર એટેક હૂમલાનો ભોગ બન્યું હતું. ચિત્તુર, કૃષ્ણા, ગુંટૂર, વિશાખાપટ્ટનમ અને શ્રીકુલમ જિલ્લાનાં 18 પોલીસ એકમોનાં કોમ્પ્યુટર સાઇબર હૂમલાથી પ્રભાવિત થયા છે. જો કે અધિકારીઓનું કહેવું છે કે રોજીંદી કામગીરીને કોઇ અસર થઇ નથી.

દુનિયાની 100થી વધારે દેશોમાં એક સાથે સાઇબર એટેકનો ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા લોકોની તરફથી કરાયેલા આ સાઇબર એટેકમાં સેંકડો દેશોનાં કોમ્પ્યુટર્સે કામ કરવાનું બંધ કરી દીધું. આ ખાસ પ્રકારનો રેનસમ સાઇબર એટેક છે, જેને બિટકોઇનમાં ખંડણી પણ માંગ છે. જેનાં કારણે બ્રિટન સહિત ઘણા દેશોની સ્વાસ્થય સેવાઓ પર આની ખુબ જ ઉંડી અસર પડી છે. હૂમલો વિશ્વનાં ખાસ સંગઠનોને ધ્યાને લઇને કરવામાં આવ્યો છે. બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ આ એટેકનાં કારણે પ્રભાવિત થઇ છે.

એટેકનાં કારણે દર્દીઓનાં ઓનલાઇન રેકોર્ડ મળવા મુશ્કેલ બની ગયા છે. આ હૂમલાની જેમ જ ખંડણી માટે ડેવલપ કરાયેલા પ્રોગ્રામે હજારો કોમ્પ્યૂટર્સને લોક કરી દીધા અને પેમેન્ટ નેટવર્ક બિટ કોઇન દ્વારા 230 પાઇન્ડ (લગભગ 19 હજાર રૂપિયા)ની ખંડણી માંગવામાં આવી. રિપોર્ટ અનુસાર જે અન્ય દેશોમાં આ સાઇબર એટેક થયો તેમાં બ્રિટન ઉપરાંત અમેરિકા, ચીન, રશિયા, સ્પેન, ઇટાલી, વિયતનામ સહિતનાં દેશોનો સમાવેશ થાય છે. આ તમામ દેશોમાં રેનસમવાયર દ્વારા એક સાથે હૂમલો કરવામાં આવ્યો. કેટલીક સમાચાર એઝન્સીઓ અનુસાર આ હૂમલાની ઝટપે રશિયાનાં સૌથી વધારે કમ્પ્યુટર ચડ્યા છે.

રશિયાની હોમ મિનિસ્ટ્રીએ પણ આ હૂમલાની પૃષ્ટી કરી છે. બ્રિટન ઉપરાંત સ્પેનમાં કામ કરનારી ઘણી કંપનીઓ આ સાઇબર એટેકનો ભોગ બની છે. શું હોય છે રેનસમવેર ? રેનસમવેર એક કમ્પ્યુટર વાયરસ છે. જે કમ્પ્યૂટર્સની ફાઇલોને લોક કરી દે છે. ધમકી આપવામાં આવે છે કે જો ફાઇલોને (ડેટા) બચાવવી હોય ખંડણી આપવી પડશે. આ વાઇરસ કોમ્પ્યુટરમાં રહેલ ફાઇલો અને વીડિયોને ઇનક્રિપ્ટ કરી દે છે અને નાણા ચુકવ્યા બાદ જ તેને સ્ક્રીપ્ટ કરી શકાય છે.

ઉપરાંત ખંડણી ચુકવવા માટે સમયસીમા પણ નક્કી કરવામાં આવે છે અને જો તે સમય સુધીમાં પૈસા ન ચુકવો તો કાં તો ખંડણીની રકમ ડબલ થઇ જાય છે અથવા તો તમામ ફાઇલો ડીલીટ થઇ જાય છે. અમેરિકી એજન્સીઓનો પ્રોગ્રામ ચોરી કરીને થયો હૂમલો એક અન્ય અહેવાલ અનુસાર જે પ્રોગ્રામ દ્વારા સાઇબર એટેક થો તે અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી દ્વારા વિકસીત કરાયેલ સોફ્ટવેર છે.

તેને ચોરીને હેકરે આ પ્રકારનો સાઇબર એટેક કર્યો છે. જાણકારોનાં અનુસાર તે અત્યાર સુધીનો સૌથી મોટો રેનસમવાયર એટેક છે. એક વખત જો આ વાઇરસ તમારા કોમ્પ્યુટરમાં ઘુસી ગયો તો તો પછી તેને અટકાવવો ખુબ જ મુશ્કેલ છે.

You might also like