ડોનને આઝાદ કરાવવા માટે CBI માંગી રહી છે 200 કરોડની ખંડણી!

નવી દિલ્હી: અલ્હાબાદના જાણીતા આંખના ડોક્ટર પાસે અંડરવર્લ્ડ ડોન છોટા રાજનના નામ પર દસ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હોવાનો સનસનીખેજ ખુલાસો સામે આવ્યો છે. ડોક્ટરને મોકલવામાં આવેલા ધમકીભર્યા પત્રમાં કહેવામાં આવ્યું છે કે સીબીઆઇએ છોટા રાજનને છોડી મુકવાના બદલામાં બે અરબ રૂપિયાની ડિમાંડ કરી છે. ડોનને આઝાદ કરાવવા માટે દેશભરમાંથી આ પ્રકારે પૈસા એકઠા કરવામાં આવી રહ્યાં છે.

ડોક્ટર અનૂપ ચૌહાણ અલ્હાબાદના મીરાપુર અને નૈની વિસ્તારમાં ક્લીનિક ચલાવે છે. બે દિવસ પહેલાં તેમને પોસ્ટ દ્વારા મોકલવામાં આવેલો પત્ર મળ્યો, આ પત્ર મોકલનારે પોતાને અંડરવર્લ્ડ ડોન છોટા રાજનનો નજીકનો હોવાનું જણાવ્યું હતું અને 10 જાન્યુઆરી સુધી દસ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને જો રૂપિયા આપવામાં નહી આવે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડો. અનૂપની ફરિયાદના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે. દસ જાન્યુઆરીના રોજ પત્રમાં જણાવેલી જગ્યા પર સાદી વર્દીમાં પોલીસ ગોઠવવામાં આવી હતી પરંતુ કોઇ સંદિગ્ધ હોવા મળ્યો ન હતો.

પોલીસ કેસની તપાસ કરી રહી છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ડોક્ટર અનૂપ ચૌહાણને પરેશાન કરવા માટે આ કોઇએ શરારત પણ કરી હોય શકે. પરંતુ અલ્હાબાદમાં છોટા રાજનના માણસો હોવાના સમાચાર પોલીસને મળ્યા છે. જેથી આ મુદ્દે ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. જિલ્લા વહિવટીતંત્રએ ડોક્ટર અનૂપ ચૌહાણને પોલીસ સુરક્ષા પુરી પાડવા માટે કહ્યું છે.

You might also like