હાર્લિ ડેવિડસન બાઇક સાથે સંસદ પહોંચ્યા મહિલા સાંસદ

નવી દિલ્હી : વુમન્સ ડેનાં દિવસે મંગળવારે સંસદમાં તો મહિલાઓનો દબદબો રહ્યો હતો પરંતુ સંસદની બહાર પણ મહિલાઓનો દબદબો રહ્યો હતો. સંસદની સંપુર્ણ કાર્યવાહી મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી. જો કે આજે કોંગ્રેસનાં સાંસદ રંજીતા રંજન હાર્લિ ડેવિડસન લઇને સંસદ પહોંચ્યા હતા. રંજીતા બિહારનાં સુપૌલનાં સાંસદ છે. રંજીતાની છાપ પહેલાથી જ દબંગ નેતા તરીકેની રહી છે. સંસદમાં પણ તેની પડખે બોલતા પહેલા હજાર વખત વિચાર કરતા હોય છે.

અત્રે નોંધનીય છેકે આજે સંસદમાં મહિલાઓનો દબદબો રહ્યો હતો. મહિલા સાંસદો દ્વારા મહિલા અનામતન બિલને શક્ય તેટલું ઝડપી પાસ કરાવવા માટે સરકાર પાસે માંગ કરવામાં આવી હતી. સોનિયા ગાંધીએ પણ આ અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અગાઉ રાષ્ટ્રપતિ ભાષણ સમયે મોદીએ પ્રસ્તાવ મુક્યો હતો કે મહિલા દિવસે માત્ર મહિલાઓ જ બોલે અને મહિલાઓ જ કાર્યવાહી કરે અને સમગ્ર સદનનું સંચાલન કરે. મોદીનાં આ પ્રસ્તાવને સૌએ સહર્ષ વધાવી લીધો હતો.

હાલ 543 સભ્યોની લોકસભામાં 65 મહિલા સાંસદો છે જે 12 ટકા કરતા પણ ઓછું કહી શકાય. જ્યારે 243 સભ્યોની રાજ્યસભામાં કુલ 31 મહિલા સભ્યો છે, તે પણ 13 ટકા જેટલું જ પ્રમાણ કહી શકાય. 16મી લોકસભામાં અત્યાર સુધીમાં સૌથી વધારે મહિલા સાંસદો હતા. મહિલા સાંસદોનાં મુદ્દે ભારત દુનિયાનાં 103માં ક્રમે છે.

You might also like