ફ્લેટ નીચે દુકાનમાં અાગ લાગતા ગેસના બાટલા બોમ્બની જેમ ફાટ્યા

અમદાવાદ ઃ ન્યૂ રાણીપ વિસ્તારમાં જીઅેસટી ફાટક પાસે અાવેલી કેટરર્સની દુકાનમાં અાગ લાગ્યા બાદ એક પછી એક ગેસના પાંચ બાટલા બોમ્બની જેમ ફાટતાં ભારે દહેશત વ્યાપી ગઈ હતી. લોકોઅે નાસભાગ કરી મૂકતાં ભયનો માહોલ સર્જાયો હતો. અા બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે દુકાનની ઉપર અાવેલ ત્રણ માળ સુધીના ફ્લેટના મકાનોના કાચ તૂટી ગયા હતા. જોકે સદનસીબે ભયાનક દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી જઈને અાગ કાબૂમાં લીધી હતી.

શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં જીએસટી ફાટક પાસે આવેલા ધરતી-૩ હેવન ફ્લેટમાં ભાડે આપેલી કેટરર્સની દુકાનમાં ગેસ લિકેજથી અાગ લાગતાં તેની લપેટમાં દુકાનમાં જ રાખેલા ગેસના અન્ય બાટલા અાવી જતાં એક પછી એક બાટલામાં બ્લાસ્ટ થયા હતા. સંખ્યાબંધ ગેસના બાટલા દીવાલ તોડીને ખેતરમાં પડ્યા હતા. આ ઘટનાથી ફ્લેટના રહીશોમાં ભયનાે માહોલ સર્જાયો હતો. ફાયરબ્રિગેડની ટીમે સમયસર ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફ્લેટના રહીશો સમયસૂચકતા વાપરીને ઘરબહાર દોડી ગયા હતા.

શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા GST ફાટક પાસે ધરતી-૩ હેવન ફ્લેટમાં ખોડિયાર કેટરર્સને દુકાન ભાડે આપવામાં આવી હતી. દુકાનની બાજુમાં ખુલ્લી જગ્યાએ શેડ બાંધીને કેટરર્સના લોકો રસોઈ બનાવવાનું કામ કરી રહ્યા હતા. દરમિયાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એક કોમર્શિયલ ગેસના બાટલામાં લીકેજ થવાનું શરૂ થયું હતું ત્યાર બાદ એકાએક તે બાટલામાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાંની સાથે જ એકાએક 5 સિલિન્ડર ફાટ્યા હતા.

સિલિન્ડરોમાં થયેલો બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે ફ્લેટના ત્રીજા માળ સુધી તેની અસર પડી હતી. ફ્લેટના ત્રણ માળના કાચ તૂટી ગયા હતા અને રહીશોની ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી પરંતુ બ્લાસ્ટના કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બ્લાસ્ટ થતાંની સાથે અન્ય સિલિન્ડરો પણ હવામાં ઊછળીને ફ્લેટની સામે આવેલા ખેતરોમાં પડ્યા હતા. આ ઘટનાથી સમગ્ર ફ્લેટ સંકુલમાં નાસભાગ મચી ગઇ હતી અને લોકો નીચે ઊતરી આવ્યા હતા. 4 ફાયર ફાઈટર ઘટનાસ્થળે આવી પહોંચ્યાં હતાં. જ્યાં આગને કાબૂમાં મેળવી લીધી હતી.

સ્થાનિક સૂત્રોના જાણવ્યા અનુસાર ખોડિયાર કેટરર્સ પાસે 20 ગેસની બોટલ હતી. જેમાં 10 ડોમેસ્ટિક અને 10 કોમર્શિયલ બોટલ હતી. છેલ્લા ત્રણ મહિના પહેલાં ખોડિયાર કેટરર્સ ભાડેથી દુકાન રાખીને કામકાજ કરી રહ્યું હતું. થોડાક દિવસ પહેલાં જ દુકાનની બાજુમાં ખુલ્લી જગ્યાએ શેડ બાંધીને કેટરર્સના લોકો રસોઈ બનાવવાનું કામ કરતાં ફ્લેટના રહીશોએ ઠપકો પણ આપ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે જો ગેસના બાટલા ઓફિસમાં ફાટ્યા હોત તો આખું બિલ્ડિંગ ધરાશાયી થયું હોત.

ઘટનાની જાણ થતાં રાણીપ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી ત્યારે ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા ઉલ્લેખનીય છે કે જો સમયસર ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ના હોત તો મોટી હોનારત સર્જાય તેવી શક્યતાઓ હતી. રાણીપ પોલીસ ખોડિયાર કેટરર્સ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

દરમિયાન મ્યુનિસિપલ ફાયરબ્રિગેડના વડા એમ.એફ. દસ્તૂર કહે છે, આ મામલે સીલ કરવાની સત્તા ફાયરબ્રિગેડ પાસે નથી. એટલે આઈઓસી કંપનીને સમગ્ર ઘટનાથી વાકેફ કરાઈ છે. જ્યારે મ્યુનિસિપલ હેલ્થ વિભાગના ઈન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકી કહે છે, અત્યારે તો પોલીસ તેમ જ ફાયરબ્રિગેડની કામગીરી ચાલતી હોઈ ત્યાં સીલ મારવાને બદલે તંત્રની અનુમતિ વગર જગ્યાનો ઉપયોગ નહીં કરવાની નોટિસ અપાશે. બે િદવસમાં લાયસન્સ તેમજ ફાયર સેફ્ટીનાં સાધનો છે કે નહીં વગેરેની તપાસ પૂર્ણ કરીને જવાબદારો સામે સીલિંગ ઉપરાંત દંડાત્મક કાર્યવાહી સહિતનાં પગલાં ભરાશે.

ખોડિયાર કેટરર્સ પાસે 20 ગેસની બોટલ હતી. જેમાં 10 ડોમેસ્ટિક અને 10 કોમર્શિયલ બોટલ હતી. છેલ્લા ત્રણ મહિના પહેલાં ખોડિયાર કેટરર્સ ભાડેથી દુકાન રાખીને કામકાજ કરી રહ્યું હતું. થોડાક દિવસ પહેલાં જ દુકાનની બાજુમાં ખુલ્લી જગ્યાએ શેડ બાંધીને કેટરર્સના લોકો રસોઈ બનાવવાનું કામ કરતાં ફ્લેટના રહીશોએ ઠપકો પણ આપ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે જો ગેસના બાટલા ઓફિસમાં ફાટ્યા હોત તો આખું બિલ્ડિંગ ધરાશાયી થયું હોત.
ઘટનાની જાણ થતાં રાણીપ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી ત્યારે ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા ઉલ્લેખનીય છે કે જો સમયસર ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ના હોત તો મોટી હોનારત સર્જાય તેવી શક્યતાઓ હતી. રાણીપ પોલીસ ખોડિયાર કેટરર્સ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

મ્યુનિસિપલ ફાયરબ્રિગેડના વડા એમ.એફ. દસ્તૂર કહે છે, આ મામલે સીલ કરવાની સત્તા ફાયરબ્રિગેડ પાસે નથી. એટલે આઈઓસી કંપનીને સમગ્ર ઘટનાથી વાકેફ કરાઈ છે. જ્યારે મ્યુનિસિપલ હેલ્થ વિભાગના ઈન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકી કહે છે, અત્યારે તો પોલીસ તેમ જ ફાયરબ્રિગેડની કામગીરી ચાલતી હોઈ ત્યાં સીલ મારવાને બદલે તંત્રની અનુમતિ વગર જગ્યાનો ઉપયોગ નહીં કરવાની નોટિસ અપાશે. બે િદવસમાં લાયસન્સ તેમજ ફાયર સેફ્ટીનાં સાધનો છે કે નહીં વગેરેની તપાસ પૂર્ણ કરીને જવાબદારો સામે સીલિંગ ઉપરાંત દંડાત્મક કાર્યવાહી સહિતનાં પગલાં ભરાશે.

http://sambhaavnews.com/

You might also like