‘હિચકી’ ફિલ્મથી બોલિવુડમાં કમબેક કરશે રાની

મુંબઇઃ બોલિવુડ અભિનેત્રી રાની મુખર્જી મોટા પર્દે ફરી કમબેક કરવા જઇ રહી છે. મળતી માહિતી મુજબ રાની મુખર્જી ફિલ્મ હિચકી દ્વારા બોલિવુડમાં કમબેક કરી રહી છે. આ ફિલ્મનાનું નિર્માણ યશરાજ બેનર બેઠળ થશે. આ ફિલ્મની માહિતી યશરાજ ફિલ્મ દ્વારા ઇન્ટાગ્રામમાં શેર કરવામાં આવી છે. જેનું નિર્દેશન સિદ્ધાર્થ પી મલ્હોત્રા કરશે. જ્યારે મનીષ શર્મા આ ફિલ્મને પ્રોડ્યૂસ કરશે.

યશરાજ ફિલ્મની પોસ્ટ પ્રમાણે રાની મુખર્જી લાંબા સમયથી બોલિવુડમાં કમબેક કરવાનું વિચારી રહી હતી. પરંતુ તે એવી સ્ક્રિપ્ટની રાહ જોઇ રહી હતી. જેમાં કોઇ ચેલેજિંગ રોલ હોય. તેવામાં તેને હિચકીની ઓફર મળી અને તે તેણે તુરંત સ્વીકારી લીધી છે. રાનીનું કહેવું છે કે દરેકમાં કોઇને કોઇ ખામી અને નબળાઇ હોય છે. કેટલાક લોકો મજબુરીમાં પરત આવે છે. આ એક પોઝિટિવ સાઇન છે. જેના કારણે તેમણે આ ફિલ્મ કરવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મ એક મજબુત મહિલાની છે. જેણે પોતાના જીવનમાં અનેક ઉતારચઢાવ જોયા છે. પોતાની સૌથી મોટી નબળાઇને પોતાની તાકાત બનાવી છે. ઉલ્લેખનીય છે કે પ્રેગ્નેન્સી બાદ રાનીએ બોલિવુડમાં બ્રેક લીધો હતો.

http://sambhaavnews.com/

You might also like