રાની મુખર્જીએ રણવીરસિંહ સાથે કામ કરવાની ઇચ્છા દર્શાવી

બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જીએ રણવીરસિંહ સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. રાની છેલ્લા ત્રણ દાયકાથી આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે અને રણવીર ફક્ત એક દાયકાથી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. રાનીએ આ અંગે વધુમાં કહ્યું હતું કે હું રણવીરની સૌથી મોટી ચાહક છું. મને તેની કામ કરવાની પદ્ધતિ અને તેનું કામ બંને પસંદ છે. ભવિષ્યમાં જો તક મળશે તો હું તેની સાથે ફિલ્મમાં કામ ચોક્કસ કરીશ.

આ સાંભળીને રણવીરસિંહ તો શરમાઇ ગયો અને તેણે પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતાં લખ્યું હતું કે જો નિર્માતા-દિગ્દર્શક મને અને રાની મેમને સાથે કાસ્ટ કરશે તો હું જરૂર તેમની સાથે કામ કરીશ. હવે નિર્માતા અને દિગ્દર્શકોને રાનીએ હિંટ તો આપી દીધી છે.

હવે કાસ્ટ ક્યારે થશે તેની રાહ જોવી રહી. સ્વાભાવિક છે કે માતા બન્યા બાદ રાનીએ ‘હિચકી’ ફિલ્મથી દમદાર કમબેક કર્યું હતું અને રણવીરે પણ વિવિધ ફિલ્મમાં વિવિધ પ્રકારનાં પાત્ર ભજવીને બ‌ો‌િલવૂડના બેસ્ટ હીરોનો ખિતાબ મેળવ્યો છે. દિવસે ને દિવસે તેની વધી રહેલી લોકપ્રિયતાના લીધે ઇન્ડસ્ટ્રીના મોટા ભાગના લોકો તેની સાથે કામ કરવાની ઇચ્છા રાખે છે •

You might also like