આ છે પાકિસ્તાનની ‘ક્વીન’

ઈસ્લામાબાદઃ કંગના રાણાવતની ‘ક્વીન’ ફિલ્મ જેવો જ કિસ્સો પાકિસ્તાનમાં બન્યો છે. અહીના એક નવપરિણીત યુગલ હુમા મુબિન અને અરસલાએ હનીમૂન પ્લાનિંગ કર્યું, પરંતુ છેલ્લે પતિના વિઝા કેન્સલ થઇ ગયા અને પત્ની ખૂબ જ દુઃખી થઇ ગઇ. પહેલાં તેણે વિચાર્યું કે હનીમૂન પર જવાનો પ્લાન કેન્સલ કરી દઉં, પરંતુ આ માટે ઘણા બધા પૈસા ખર્ચ થઇ ચૂકયા હતા. આવા સંજોગોમાં પત્નીએ પતિને મૂકીને એકલા જ હનીમૂન પર જવાનો પ્લાન કરી લીધો.

પત્નીની હનીમૂનની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ છે. હુમાએ ગ્રીસ જઇને દરેક લોકેશનની તસવીરો પોસ્ટ કરી, પરંતુ સેડ મૂડમાં. હુમાએ જણાવ્યું કે તેણે પોતાના પતિને ખૂબ જ મિસ કર્યો. પહેલા દિવસે તો તે રડી પણ પડી. હુમાને ખ્યાલ નહોતો કે તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થશે. હુમાને ડર હતો કે ક્યાંક તેને વિઝા નહીં મળે તો, પરંતુ તેના પતિના વિઝા કેન્સલ થતાં તે થોડો સમય આઘાતમાં રહી.

You might also like