વસંત ઋતુ ખીલે છે રંગપંચમીથી

પ્રકૃતિ સમગ્ર પૃથ્વી પર અપાર દયા દાખવે જ છે. અાપણને તેની દયા જોવાનો સમય મળતો નથી. અાપણે અાપણાં જ ખોદેલા ખાડામાંથી બહાર નીકળવા નથી માગતા તો પછી ભગવાનની કે પ્રકૃતિની દયા જોવાનો સમય જ અાપણને ક્યાં મળે? પ્રકૃતિઅે પોતાની દયાના ભાગરૂપે સંસારને અનેક અમૂલ્ય ચીજો અાપી છે. ઠંડી, ગરમી, સૂર્ય, ચંદ્ર, તળાવ, નદી, ઝરણાં, વનરાજી, પશુ, પક્ષી, જીવજંતુ, જુદા જુદા ચહેરા ધરાવતા જુદા જુદા દેશના જુદા જુદા મનુષ્યો વગેરે વગેરે.

ફાગણ માસ અને વસંત ઋતુ બંને સાથે અાવે છે. અા બંને અાવે છે ને ત્યારે પૃથ્વી માતાની તુલના નવેલી દુલ્હન સાથે કરવામાં અાવે છે. લગભગ દરેક વનસ્પતિ નવલા રંગોમાં સજેલી જોવા મળે છે. પ્રત્યેક જીવ અાનંદના ધોધમાં નહાતો જોવા મળે છે. અનેક કિલોમીટર સુધી રાયડાનાં ખેતર પીળાં પીળાં પુષ્પોથી લહેરાતાં જોવા મળે છે.

તે જોતાં એવું લાગે છે કે ધરતી માતાઅે પીળું પાનેતર પહેર્યું છે. પીળા રંગનું પાનેતર પહેરેલાં ધરતી માતા દુલ્હનરૂપી વસંતને પોતાના પતિના અાગમનની સૂચના અાપે છે. અા મહિનામાં ફાગણ મહિનામાં મોરથી લચી પડતા અાંબાનાં પુષ્પો કે જેને અામ્રમંજરી કહેવાય છે. તેની સુગંધનો પમરાટ, કેસૂડાનાં પુષ્પો વગેરે અાપણા મનને મોહી લે છે.

અાપણને તેની વસંતનો અનેરો વૈભવ રંગપંચમી ઉપર જોવા મળે છે. રંગપંચમી અામ તો વસંતનો સૌથી લોકપ્રિય ઉત્સવ છે. અા દિવસે જગતના પ્રત્યેક જીવ અાપોઅાપ જ સ્વયંભૂ અાનંદમાં મસ્ત થઈ ડોલતા નજરે અાવે છે. વૃક્ષો પર લીલાછમ કૂંપળ ફૂટતી જોવા મળે છે. તે સાથે પલાશ વનમાં એટલે કે કેસૂડાનાં જંગલમાં ખાખરાના વૃક્ષ પર કેસરિયાં પુષ્પ કેસૂડાં તો ખરાં જ.

અા બધું જોઈને રંગોથી સભર સરસ નભતો તહેવાર અાપણા ઋષિ મુનિઅો, વડવાઅોઅે અાપણા માટે જ સર્જ્યો હોય તેવું લાગે છે. કોંકણ વિસ્તારમાં મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં અને ઉત્તર કર્ણાટકમાં તથા મધ્ય પ્રદેશના કેટલાક જિલ્લામાં કૃષ્ણ પક્ષમાં એટલે કે વદ પક્ષની પાંચમે ફાગણ વદ પંચમી અર્થાત્ રંગપંચમીઅે ખૂબ ધામધૂમ થાય છે. રંગપંચમીઅે મહારાષ્ટ્ર બહુ મોટો તહેવાર ઊજવે છે. વૃંદાવન, ગોકુળ, વ્રજ, બરસાના તથા અાજુબાજુનાં ગામોમાં શ્રીકૃષ્ણનાં પુષ્કળ મંદિર છે. તે તમામ મંદિરોમાં રંગપંચમી ખૂબ ધામધૂમથી મનાવાય છે.

વસંત ઋતુમાં અાવતી રંગપંચમી હિંદુઅોનો ખૂબ માનીતો તહેવાર છે. લોકો રંગમાં રંગાઈ જઈને પોતાની પ્રિય વ્યક્તિનાં દિલો દિમાગ અાનંદના રંગથી રંગી નાખે છે.

ઉજ્જૈન મધ્યપ્રદેશમાં અાવેલું છે. રંગપંચમીના દિવસો અહીંના લોકો વસંતોત્સવ મનાવે છે. સઘળે અાનંદ ઉલ્લાસનું વાતાવરણ જોવા મળે છે. લોકોનાં તન, મન, રંગ અાનંદના રંગથી રંગાયેલા જોવા મળે છે.

પ્રત્યેક નર નારી એક બીજાં પ્રત્યે અદમ્ય આકર્ષણથી ઘેંચાયેલાં હોવાથી ત્યાંની પ્રજા માટે મહાપર્વ બની જાય છે. જો તમે િવશેષ પ્રયત્ન ન કરો તો પણ હોળી, ધુળેટી, વસંતોત્સવ તથા રંગપંચમી એવાં પર્વ તથા તહેવાર છે કે અા દિવસો દરમિયાન લોકો ફક્ત અને ફક્ત અાનંદ મનાવતા જ જોવા મળશે. ભયંકર દુશ્મનો પણ જો બજારમાં કે ગમે ત્યાં એકબીજાને મળી જશે તો તેમની અાંખમાં વૈરાગ્ય નહીં પરંતુ અાનંદનો ધોધ ઊડતો નજરે પડશે. ભાઈ અા તો છે રંગપંચમીનું ખરું તથા અનેરું માહાત્મ્ય.•
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like