રણવીરના લગ્ન અંગે કાકા રણધીરે કહ્યું કાંઇક આવું

મુંબઇઃ રણવીર કપૂર બોલિવુડનો દિલકેફ આશીક છે. બોલિવુડની ટોપની હીરોઇન કેટરીના અને દીપિકા સાથે પણ તેનું ચક્કર ચાલ્યું હતું. આ બંનેના દિલ તોડી ચૂકેલ રણવીર આજકાલ લગ્નની વાતને લઇને ખૂબ જ ચર્ચામાં છે. રણવીર માતા નીતુની પસંદ કરેલી છોકરી સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે. ત્યારે આ અંગે રણવીરના કાકા રણધીર કપૂરે પણ નિવેદન આપ્યું છે.

કાકા રણધીરે કપૂરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે રણવીર હાલ તેની કરિયરના એક ઉંચા પડાવ પર છે ત્યારે હાલ તેણે સેટલ થવાની કોઇ જ જરૂર નથી. લગ્ન માટે હજી ઘણો સમય છે. હાલ તો તેના મજા કરવાના દિવસો છે. રણવીરના લગ્નના સ્ટેટમેન્ટ અંગે રણધીરે કહ્યું છે કે તેના રિલેશનશિપ સ્ટેટસથી કોઇને કોઇ પણ પ્રકારનો મતલબ ન હોવો જોઇએ. જોકે હાલ તો રણવીર કપૂર તેની આગામી ફિલ્મ જગ્ગા જાસુસની પ્રમોશનલ ઇવેન્ટમાં વ્યસ્ત છે. જે 14 જુલાઇના રોજ રિલીઝ થવા જઇ રહી છે.

http://sambhaavnews.com/

You might also like