રણદીપ હુડ્ડાની ફિલ્મ “લાલ રંગ”નું ટ્રેલર રિલીઝ

મુંબઇઃ બોલિવુડ એક્ટર રણદીપ હુડ્ડાની ફિલ્મ લાલ રંગનું ટેલર અને પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. ટ્રેલરમાં ફ્લિમનો એક ડાયલોક છે. આ ડાયલોક કાંઇક આ રીતનો છે, “મુઝે શંકરને એકબાર કહા થા કી  ઇન્સાન 5.5 લીટર ખૂન સે ભરે પૂતલે હે, જીસ્સે યે 250 ગ્રામ કા દિલ ફ્રેશ કરતા હે..” આ વાર્ત એ જ ખુની દિલની છે જે છે રણવીર હુડ્ડા. આ ફિલ્મ હરિયાણાના બ્લડ માફિયા પર આધારિત છે. આ ફિલ્મમાં રણવીરનું નામ શંકર છે. તે હરિયાણાના એક લોકલ ડોનની ભૂમિકામાં છે. તે પોતાના આ વ્યવસાયામાં એક નવ યુવનને પણ લાવે છે. સઇદ અહમદ અફઝલની ફિલ્મ લાલ રંગમાં રણદીપ હુડ્ડા હરિયાવણી ડાયલોગ બોલતો જોવા મળશે. આ ફિલ્મ 22 એપ્રિલે રિલીઝ થઇ છે.

You might also like