આ વખતની ચૂંટણીમાં ભાજપનાં સૂપડાં થશે સાફઃ રણદિપ સુરજેવાલ

ગુજરાતઃ કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ આજે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં રણદીપ સુરજેવાલાએ કહ્યું કે,”ગુજરાતમાં મોટી સંખ્યામાં આજે મતદાન થયું છે અને આ મતદાન પૂર્ણ થતાં લાગી રહ્યું છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસની જંગી બહુમતીથી જીત થશે.

જ્યારે આ ચૂંટણીમાં આ વખતે ભાજપનાં સુપડા સાફ થઇ જશે. એટલે કે ભાજપની હાર નિશ્ચિત છે. આજે 60 ટકા મતદાન સંપૂર્ણ થયું છે. જેથી હવે વધારે થયેલું મતદાન સરકાર માટે ચિંતારૂપ બની રહેશે. સાથે જ પીએમ મોદી પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસને ગાળો બોલે કોંગ્રેસને વાંધો નથી.

જ્યારે ગુજરાતની ધરતી ઉપર ગાંધીજીનું અપમાન કરવામાં આવે છે. દેશનાં બાપ તરીકે નરેન્દ્ર મોદીને ગણાવવામાં આવે છે. જો કે હવે ગુજરાતમાં સરકાર કોંગ્રેસ બનાવશે. આ વખતે કોંગ્રેસની જીત પાક્કી છે.

You might also like