મારી અર્થીને રણદીપ આપે કાંધઃ દલબીર કોર

મુંબઇઃ સરબજીત સિંહનીની બહેન દલબીરે જણાવ્યું છે કે હું જ્યારે મૃત્યુ પામુ ત્યારે રણદીપ હુડ્ડા તેને કાંધ આપે. રણદીપ હુડ્ડાએ ફિલ્મ “સરબજીત”માં સરબજીતની ભૂમિકા નિભાવી છે. સરબજીત સિંહનું પાકિસ્તાનની જેલમાં ત્રણ વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું. સરબજીત સિંહની વર્ષ 1990માં પાકિસ્તાનના લાહોર અને ફેસલાબાદમાં થયેલા ચાર બોમ્બ ઘડાકાના આરોપ સર ઘરપકડ કરવામાં આવી હતી. આ ઘડાકામાં 10 લોકોના મોત થયા હતા. જેનું મોત વર્ષ 2013માં પાકિસ્તાનની જેલમાં એક હુમલામાંથયું હતું.

ત્યારે સરબજીત સિંહની ત્રીજી પુણ્યતિથી પર તેની બહેન દલવીર કોરે રણદીપને કહ્યું હતું કે તેણે વાસ્તવમાં સબરજીતને જોયો હતો. મારી ઇચ્છા છે અને હું તેની પાસેથી વચન ઇચ્છું છું કે મારા મૃત્યુ પર તે મને કાંચ આપે. જેનાથી મારી આત્માને શાંતિ મળશે કે મને સરબજીતે કાંધ આપી. મારા માટે ખુશીની બાબત છે કે મને ભાઇના સ્વરૂપે રણદીપ મળ્યો છે. તે ફિલ્મમાં માત્ર હિરો જ નહીં મારો ભાઇ પણ છે. હું જ્યારે પહેલાં દિવસે ફિલ્મના સેટ પર આવી હતી ત્યારે તે કેમેરામાં શોર્ટ આપી રહ્યો હતો. મેં તેને સંદેશો પાઠવ્યો હતો કે તે હજારો વર્ષ જીવે અને તેને કોઇની નજર ના લાગે. આ પ્રસંગે ફિલ્મના નિર્દેશક ઓમંગ કુમાર અને અન્ય સ્ટાર કાસ્ટ એશ્વર્યા રાય, રિચા ચઠ્ઠા અને દર્શન કુમાર પણ હાજર રહ્યાં હતા.

You might also like