પુજારાની સદી છતા પણ ભારત હજી પણ 91 રન પાછળ

રાંચી : ચેતેશ્વર પુજારાની અણનમ સદીના પગલે ભારતે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ત્રીજી ટેસ્ટમાં પોતાની સ્થિતી સ્પષ્ટ કરી લીધી છે. મેચનાં ત્રીજા દિવસની રમત પુરી થતા સુધી ભારતે 6 વિકેટ ગુમાવીને 360 રન બનાવી લીધા છે. પુજારા ઉપરાંત લોકેશ રાહુલ (67) અને મુરલી વિજય (82)એ અર્ધસદી ફટકારી હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયા સમાવાયેલ યુવા ફાસ્ટ બોલર પેંટ કમિંસ કાંગારૂ જુથનાં સૌથી સફળ બેટ્સમેન રહ્યા હતા. તેમણે વિરાટ કોહલી સહિત કુલ 4 વિકેટ પોતાના નામે લીધી હતી.

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં વિશાળ સ્કોર 451 રનની મેચ ભારત હજી પણ 91 રન પાછળ છે. પુજારા સાથે વિકેટકીપર બેટ્સમેન રિદ્ધીમાન સાહા 18 રન બનાવીને ક્રિઝ પર છે. ભારતે ત્રીજા દિવસનાં પહેલા સત્રમાં મુરલીની વિકેટ ગુમાવી હતી. બીજા સત્રમાં મેજબાનોએ આંજિક્ય રહાણે (14) અને વિરાટ કોહલી (6)ના સ્વરૂપે બે મહત્વપુર્ણ વિકેટ ગુમાવી જેમાં એખ સમયે મજબુત પરિસ્થિતીમાં દેખાઇ રહેલી ટીમ ઇન્ડિયાને થોડો ઝટકો જરૂર લાગ્યો હતો.

કંગારૂ ટીમે દિવસનાં અંતિમ સત્રમાં પણ નાયર (23) અને અશ્વિન 3નાં સ્વરૂપે ભારતને બે ઝટકા આપ્યા હતા.

You might also like