રણબીર સ્પીચલેસ બનાવી દે છે: આલિયા

આલિયા અને રણબીર કપૂર પોતાના સંબંધોનો સ્વીકાર કરી ચૂક્યાં છે. એવા સમાચાર પણ આવ્યા હતા કે બંને વચ્ચે કોઇ બાબતે અનબન ચાલી રહી છે, પરંતુ આલિયાએ આવી કોઇ પણ વાતનો ઇનકાર કર્યો છે એટલું જ નહીં, તેણે રણબીર સાથે પોતાના લગ્નના પ્લાન પર પણ મત આપ્યો હતો.

આલિયા કહે છે કે અમે હાલમાં અમારા રોમેન્ટિક સંબંધને ખૂબ જ એન્જોય કરી રહ્યાં છીએ. વારંવાર લગ્ન અંગે વાતો થવા માટે આલિયાએ કહ્યું કે તેને સમજમાં આવતું નથી કે લોકો આવા વિષય અંગે વાત કેમ કરે છે. હાલમાં તે લગ્ન જેટલો મોટો ફેંસલો લેવા માટે નાની છે અને ખુદને અત્યારે લગ્નને લાયક માનતી નથી. જો તેને લાગશે કે રણબીર સાથે પોતાના સંબંધોને આગળ વધારવાની જરૂર છે તો બંને મળીને આ અંગે કોઇ નિર્ણય લેશે.

આલિયાએ એમ પણ કહ્યું કે હાલમાં અમે અમારા કામ સાથે લગ્ન કરી લીધાં છે. અમે ખુશ છીએ કે અમારી રિલેશનશિપ સારી ચાલે છે. સમય બદલાઇ ચૂક્યો છે અને હું પણ પહેલાં કરતાં વધુ સમજદાર બની છું. હું મારી રિલેશનશિપને છુપાવવા ઇચ્છતી નથી, કેમ કે આવું કરવાની કોઇ જરૂર પણ નથી.

આલિયા રણબીરને ખૂબ જ નેચરલ વ્યક્તિ માને છે. તે કહે છે કે તેની એક્ટિંગ પણ પ્રશંસનીય હોય છે. રણબીરને સેટ પર એક્ટિંગ કરતાં જોઇને હું તેની ફેન બની ગઇ છું. રણબીરનાં ટેલેન્ટ અને પર્ફોર્મન્સ જોઇને હું સ્પીચલેસ બની જાઉંં છું. •

You might also like