હવે, અમિતાભ નહીં આ અભિનેતા હોસ્ટ કરશે કેબીસીને

મુંબઇઃ ટેલીવિઝનના જાણીતા રિયાલિટી શો ‘કોન બનેગા કરોડપતિ’એ દરેક દર્શકના મન પર અલગ જગ્યા બનાવી દીધી છે. બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની અવાજથી શરૂ થનારા આ શોમાં હવે અન્ય અભિનેતાનો અવાજ સાંભળવા મળશે. જી હા મળતી માહિતી મુજબ કોન બનેદા કરોડપતિ હવે અમિતાભ બચ્ચન નહીં પરંતુ રણવીર કપૂર હોસ્ટ કરશે. આ શોની ઓળખ અમિતાભ બચ્ચન દ્વારા થઇ હતી.

વર્ષોથી આ શો અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યાં છે. માત્ર એક જ સિઝનમાં શાહરૂખ ખાન હોસ્ટિંગ કરતો જોવા મળ્યો હતો. જે એટલો સફળ રહ્યો ન હતો. ત્યાર બાદ શો મેકર્સે ફરી વખત બિગ બીને આ શોમાં લાવવા પડ્યા હતા. ત્યારથી અમિતાભ બચ્ચન જ આ શોને હોસ્ટ કરી રહ્યાં છે. જો કે આગામી કોન બનેગા કરોડ પતિ સીઝન-9 અમિતાભ બચ્ચનની જગ્યાએ રણવીર કપૂર હોસ્ટ કરશે. જોકે ચેનલ તરફથી આ મામલે કોઇ જ સત્તાવાર જાહેરાત હજી સુધી થઇ નથી.

http://sambhaavnews.com/

 

You might also like