રણબીર કપૂર માટે વજન ઘટાડવું જરૂરી હતું

ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’માં પોતાના લુક અને વ્યવહારથી દર્શકોને આકર્ષિત કરી ચૂકેલા રણબીર કપૂરે આ ફિલ્મમાં કોઇ પણ પ્રકારની કસર છોડી નથી. ‘જગ્ગા જાસૂસ’માં પોતાના પાત્રમાં ઢળવા માટે અભિનેતાએ લગભગ ૧૧ કિલો જેટલું વજન ઘટાડ્યું છે. રણબીર તેની આગામી મ્યુઝિકલ ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’માં એક સ્કૂલના છોકરાની ભૂમિકા ભજવી રહ્યો છે. અનુરાગ બાસુની ઇચ્છા અનુસાર ફિલ્મમાં એક નાનકડા છોકરાની ભૂમિકા માટે રણબીરે વજન ઘટાડવું જરૂરી હતું.

રણબીર કપૂર એક નિર્દેશકના અભિનેતા તરીકે જાણીતો છે. તે સરળતાથી પોતાના પાત્રમાં ઢળી જાય છે. ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’માં પણ તેણે કંઇક એવું જ કર્યું છે. પહેલી વાર નિર્માતા બનેલાે અભિનેતા લગભગ એક વર્ષથી આ યોજના સાથે જોડાયો છે. રણબીરે પોતાના કાર્ય પ્રત્યે સમર્પણ બતાવ્યું અને ભૌતિક પરિવર્તનમાં પણ જબરદસ્ત બદલાવ લાવ્યો. ફિલ્મનું ટ્રેલર અને નવું ગીત લોકોમાં લોકપ્રિય બન્યું છે. દર્શકો આ ફિલ્મ જોવા માટે આતુર છે. અનુરાગ બાસુ નિર્દેશિત અને ‌િડઝનીના પ્રોડક્શન હેઠળ બનેલી ‘જગ્ગા જાસૂસ’ ૧૪ જુલાઇ, ૨૦૧૭ના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં રણબીર અને કેટરીના મુખ્ય ભૂમિકામાં છે. •

You might also like