જ્યારે સંજુમાં રણબીર બોલ્યો મુન્નાભાઈના પ્રખ્યાત ડાઈલોગ, video થયો viral

સંજુમાં સંજય દત્તના જીવન સાથે સંકળાયેલી તમામ બાબતો નિર્દેશક રાજકુમાર હીરાણી આ ફિલ્મમાં રાખવા ઇચ્છે છે. આ ફિલ્મ સંજુની સૌથી મોટી હિટ મુન્નાભાઈ એમ.બી.બી.એસ.ની પણ એક ઝલક દર્શાવે છે.

તાજેતરમાં, એક વિડિઓ રિલીઝ કરવામાં આવ્યો છે કે જે સંજુનો છે. રણબીર કપૂર આમાં મુન્નાભાઈ એમબીબીએસના સંજય દત્તના પ્રખ્યાત સંવાદ પણ બોલતા દેખાશે. તેમાં બોમન ઇરાની પણ સામેલ હતા, જેમાં સંજયના શિક્ષકનો રોલ ભજવી રહ્યા હતા.

જે રીતે સંજયની મુન્નાભાઈમાં એન્ટ્રી હતી એવા જ રીતે રણબીર પર ફિલ્મમાં એવી જ એન્ટ્રી લેશે. સંજુ 29 જૂને રિલીઝ થઈ રહી છે. રણબિર સિવાય, ફિલ્મમાં દિયા મિર્ઝા, અનુષ્કા શર્મા, સોનમ કપૂર, પરેશ રાવલ અને અન્ય લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

અભિનેતા રણબીર કપૂર સંજય દત્તની ભૂમિકા ભજવી રહ્યો છે. રણબીર કપૂરના સંજય દત્ત સાથેને સંવાદો વિશે ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર હિરાનીને પણ ખબર હતી નહીં.

રણબીર કહે છે કે, “હું શૂટિંગ પહેલાં રાત્રે સંજય દત્તને ફોન કરતો હતો અને તેને પુછતો હતો કે જ્યારે આ બધી ઘટનાઓ તેમની સાથે થઇ હતી ત્યારે તેના મનમાં શું ચાલી રહ્યું હતું.” રણબિરના જવાબમાં, હિરાનીએ કહ્યું હતું કે, “આ મારા માટે પણ એક રહસ્ય હતું. હવે મને સમજાયું કે આ પાત્ર (રણબીર) આટલું સારું કેવી રીતે કરી શક્યો હતો.”

You might also like