સંજય દત્તની 308 ગર્લફ્રેન્ડ્સ તો તમારી કેટલી? રણબીર કપૂરે ખોલી નાખ્યું રાઝ

સંજય દત્તની આત્મકથા ‘સંજુ’ ના ટ્રેલરને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ટ્રેલરને 18 કલાકમાં 10 મિલિયન કરતા વધુ લોકોએ જોયો છે. એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મ રણબીર કપૂરની કારકિર્દી માટે એક મહત્વની ફિલ્મ બની શકે છે. રાજકુમાર હિરાનીએ સ્ક્રીન પર સંજય દત્તનું જીવન દર્શાવ્યું હતું.

ટ્રેલરમાં, સંજય દત્તની કેટલીક ખાનગી બાબતો બહાર લાવવામાં આવી છે. જેમાં તેણે 308 ગર્લફ્રેન્ડ્સનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે રણબીરને ટ્રેલર લોન્ચના પ્રસંગે પૂછવામાં આવ્યું કે તેની આજ સુધી એની કેટલી ગર્લફ્રેન્ડ રહી છે.

35 વર્ષીય રણબીરે કહ્યું કે તેની અતિયાર સુધી 10 ગર્લફ્રેન્ડ રહી છે. સંજય દત્તના જીવનના સંબંધમાં રણબીરે કહ્યું કે, “હું આ બાબતે ખૂબ જ પાછળ છું કારણ કે મારી તો 10થી ઓછી ગર્લફ્રેન્ડ રહી છે.”

રણબીરે આગળ જણાવ્યું કે, ‘મને પ્રેમમાં રહેવું ગમે છે. હું રોમેન્ટિક પણ છું પણ હું ઠરકી પણ નથી.’ રણબીરે રોમેન્ટિક ફિલ્મો કરવી પસંદ છે. રણબીર આ ફિલ્મમાં તેની એક્સ ગર્લફ્રેન્ડ સોનમ કપૂર સાથે દેખાશે.

સોનમ અને રણબીર 2007માં ફિલ્મ ‘સાવરિયા’ માં તેમની કારકિર્દીની સાથે શરૂઆત કરી હતી. હવે બંને 10 વર્ષ પછી એક સાથે કામ કરવા જઈ રહ્યા છે.

અત્યારે રણબીર અને અલીયાના સંબંધો વિશે અહેવાલો આવી રહ્યા છે. આગામી વર્ષે બંને ‘બ્રહ્માસ્ત્ર’ માં જોવા મળશે.

You might also like