ઐશ્વર્યા સાથેના રોમાન્સ અંગે રણવીર બોલ્યો કાંઇક આવું..

મુંબઇઃ “એ દિલ હે મુશ્કિલ”માં રણવીર કપૂર અને ઐશ્વર્યા રાયના ઇન્ટીમેટ સિન્સે ચર્ચાઓ જગાવી છે. જેને કારણે બચ્ચન પરિવારમાં પણ નારાજગી છે. ત્યારે તેમાં રણવીર કપૂરના નિવેદને વધારે ચર્ચા ચગાવી છે. ફિલ્મના પ્રમોશન સમયે રણવીરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તે ઐશ્વર્યા સાથે આ રીતના સિન્સ કરવામાં થોડી અવઠણ અનુભવી રહ્યો હતો. પરંતુ ઐશ્વર્યાએ તેને સમજાવ્યો કે તે મન લગાવીને કરે.

રણવીરને પૂછવામાં આવ્યું કે તે ઐશ્વર્યાને પહેલી વખત ક્યારે મળ્યો હતો. તે તેણે કહ્યું કે  મેં જ્યારે 10મું ધોરણ પાસ કર્યું ત્યારે હું પહેલી વખત તેમને મળ્યો હતો. તે મારા પિતાની ફિલ્મ આ અબ લોટ ચલેમાં કામ કરી રહ્યાં હતા. હું ફિલ્મમાં આસિસ્ટન ડાયરેક્ટર હતો. જ્યાં અમારી મિત્રતા થઇ. હું તેમને જોતાની સાથે તેમના પ્રેમમાં પડી ગયો હતો.

ફિલ્મના ઇન્ટિમેટ સિન્સ અંગે વાત કરતા રણવીરે કહ્યું કે હું તેમના ગાલને અડતા ડરતો હતો. પરંતુ તેમણે કહ્યું કે તને શું પ્રોબ્લેમ છે. તેઓ માત્ર એક્ટિંગ કરી રહ્યાં છે. જે કરે તે બરોબર રીતે કરે. પછી મેં વિચાર્યું કે ફરી આવી તક નહીં મળે એટલે મેં પણ મોકા પર ચોક્કા લગાવી દીધા..

You might also like