રણબીર સાથે નામ જોડાતા દિલ્હીની મોડેલ પરેશાન

મુંબઇ : રણબિર કપૂર પોતાનાં સંબંધોનાં કારણે ફરીથી ચર્ચામાં આવ્યો છે. ચર્ચા છે કે કેટરિનાં કેફ સાથે બ્રેકઅપ બાદ દિલ્હીમાં રહેતી ભારતી મલ્હોત્રાને રણબિર કપૂર ડેટ કરી રહ્યો છે. ભારતી દિલ્હીની રહેવાસી છે અને મોડેલ છે. જો કે તે રણબીરને ક્યારે પણ મળી નહી હોવાની સ્પષ્ટતા કરી હતી. સાથે સાથે તેણે જણાવ્યું કે તે રણબીરને પસંદ નથી કરી. જો કે તેનાં નામે ચાલી રહેલી ચર્ચાનાં કારણે તે લાંબા સમયથી તાણમાં પણ હોવાની વાત સામે આવી છે.

વેસ્ટ દિલ્હીમાં રહેતી ભારતીએ જણાવ્યું કે તે ક્યારે પણ રણબિરને મળી નથી. તો પછી ડેટ કરવાનો સવાલ જ પેદા નથી થતો. જો કે મારા વિશે ચાલી રહેલી ચર્ચાથી હું ખુબ જ હેરાન પરેશાન છું. આવા સમાચારોનાં કારણે હું લાંબા સમયથી તણાવમાં છું. મને તેનું કામ જરા પણ પસંદ નથી. તે સારો અભિનેતા હોઇ શકે છે પરંતુ તે મને જરા પણ પસંદ નથી. હું તેની ફેન પણ નથી કે હું કોઇ પણ સોશ્યલ વેબસાઇટ પર પણ તેને ફોલો નથી કરી રહી.

ભારતીએ જણાવ્યું કે મને પણ ખ્યાલ નથી આવતો કે મારૂ નામ રણબીર સાથે કઇ રીતે જોડાયું. ગત્ત અઠવાડીયે મારા એક મિત્રનો ફોન આવ્યો હતોઅને તેણે મને પુછ્યું કે શું રણબિરને ડેટ કરૂ છું ત્યારે મને પહેલા તો લાગ્યું કે તે મજાક કરી રહ્યો છે. જો કે ત્યાર બાદ ફેસબુક અને મીડિયાનાં અહેવાલો વિશે જાણ્યું. ત્યારે હું ચમકી ગઇ કે મારી ફેસબુક તસ્વીરોનો દુરૂપયોગ થઇ રહ્યો છે. મને મિસ્ટ્રી ગર્લ કહેવામાં આવી રહી છે. માટે હું મીડિયામાં સ્પષ્ટતા કરવા માંગુ છું કે હું આવા કોઇ જ પ્રકારનાં સંબંધમાં નથી.

You might also like