હવે જાતે નિર્ણય લેશે રણબીર કપૂર

અનુરાગ બાસુની સાથે ‘બર્ફી’માં કમાલ દેખાડનાર રણબીર કપૂરની ‘જગ્ગા જાસૂસ’ બોકસ ઓફિસ પર કોઇ ખાસ કમાલ ન દર્શાવી શકી. આ કારણે રણબીર કપૂરનો દમ થોડો ઘટી ગયો છે. રણબીર કપૂરને રિલીઝ પહેલાં જ અંદાજ આવી ગયો હતો કે તેની આ ફિલ્મ કોઇ ખાસ કમાલ નહિ કરી શકે. તેથી તેણે ફિલ્મના પ્રમાેશન વખતે જ કહી દીધું હતું કે જો ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણી નહીં કરી શકે તો તેનો અડધો ખર્ચ તે આપી દેશે. ડિસ્ટ્રિબ્યૂટર્સનું નુકસાન ભરપાઇ કરશે. તેનું કહેવું હતું કે ‌ફિલ્મનું નુકસાન થતાં તેની સાથે જોડાયેલા લોકોના પૈસા પરત કરવાનો રિવાજ નવો નથી.

૧૯પ૦માં તેના દાદાજીના જમાનાથી આવું થતું આવ્યું છે. તેમની ફિલ્મ ‘મેરા નામ જોકર’થી ડિસ્ટ્રિબ્યૂટરને જ્યારે ઘણું નુકસાન થયું ત્યારે ‘બોબી’ની રિલીઝ પર ફાયદાનો ઘણો હિસ્સો તેમણે ડિસ્ટ્રિબ્યૂટર્સને આપ્યો હતો.

‘બેશરમ’, ‘બોમ્બે વેલવેટ’ અને ‘જગ્ગા જાસૂસ’ રણબીર એક પછી એક સતત બોગસ ફિલ્મો સ્વીકારતો ગયો. તેની છેલ્લી ત્રણ ફિલ્મોની કમાણી ર૦ર કરોડ રહી છે અને તે કમાણીની બાબતે ટોપ ટેન અભિનેતાની યાદીમાં આઠમી પોઝિશન પર છે. કરિયરની શરૂઆતમાં રણબીર કપૂરે જે રીતે એન્ટ્રી કરી ત્યારે કોઇએ વિચાર્યું ન હતું કે તેનો આવો અંત આવશે. રણબીર કપૂરને આશા ન હતી કે ‘જગ્ગા જાસૂસ’ કમાણીની બાબતમાં સલમાનની ‘ટ્યૂબલાઇટ’નો પણ રેકોર્ડ તોડી દેશે. એટલું તો નક્કી છે કે રણબીર કપૂર કહાણીને બિલકુલ સમજી શક્યો નથી, નહીં તો ‘બોમ્બે વેલવેટ’ અને ‘જગ્ગા જાસૂસ’ને હા ના પાડી હોત, જોકે હવે રણબીર કપૂર કોઇ સલાહકારની વાત માન્યા વગર પોતાની મરજીથી જ નિર્ણય લેવાનો છે. આ જ કારણે તે તેના મિત્ર અયાન મુખરજીની ‘ડ્રેગન’ પર નવેસરથી વિચાર કરી રહ્યો છે. •

You might also like