રણબીર પર થયો 50 લાખનો કેસ, જાણો કેમ

તાજેતરમાં જ રિલીઝ થયેલી પોતાની ફિલ્મ ‘સંજૂ’ની સફળતાની મજા લઇ રહેલો રણબીર કપૂર એક મોટી મુશ્કેલીમાં ફસાઇ ગયો છે. હકીકતમાં પુનામાં રણબીરનો એક પોશ અપોર્ટમેન્ટ છે, જે રણબીરે ભાડેથી આપેલો છે. પરંતુ હવે એ એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેનાર વ્યક્તિએ રણબીર પર 50 લાખનો કેસ કર્યો છે. રણબીર પર આ કેસ રેન્ટ એગ્રીમેન્ટના નિયમોના હિસાબોથી ના ચાલવા માટે કરવામાં આવ્યો છે.

એક રિપોર્ટ અનુસાર રણબીરના એપોર્ટમેન્ટમાં રહેનાર ભાડુઆત શીતલ સૂર્યવંશીએ રણબીર પર આરોપ લગાવતા કહ્યું છે કે અભિનેચાએ રેન્ટ એગ્રીમેન્ટનો સમય પબરા થયા વગર એમને ઘરની બહાર નિકાળી દીધા. શીતલ અનુસાર, એમની વચ્ચે 4 લાખના હિસાબથી 12 મહિના સુધીના પૈસા આપવાની વાત થઇ હતી અને એ ઉપરાંત એમને 24 લાખની ડિપોઝીટ પણ આપી હતી.

હવે આ મામલામાં પુનાની સિવીલ કોર્ટમાં એક કેસ દાખળ કરવામાં આવ્યો છે, જ્યાં શીતલે 50 લાખ રૂપિયાની માંગણી કરી છે. એમને આ પૈસા 1.08 લાખ રૂપિયાના વ્યાજ સાથે માંગ્યા છે. ભાડુઆતનો આરોપ છે કે એમના પરિવારે ઘણું સહન કર્યું અને ખૂબ પરેશાની પણ થઇ છે.

તો બીજી બાજુ રણબીર કપૂરે પોતાની વિરુદ્ધ લાગેલા આ આરોપનું ખંડન કર્યું છે. રણબીરે કહ્યું કે એમને શીતલ રઘુવંશીને એપાર્ટમેન્ટ ખાલી કરવા માટે કહ્યું નહતું, પરંતુ રેન્ટ એગ્રીમેન્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે ભાડેથી લીધા બાદ એપાર્ટમેન્ટ 12 મહિના માટે અલોટ કરી દેવામાં આવ્યો છે. રણબીરે આગળ કહ્યું કે ભાડુઆતે પોતાની મરજીથી ઘર ખાલી કર્યું છ અને 3 મહિનાનું ભાડું પણ આપ્યું નથી. જેને ભાડુઆત દ્વનારા આપવામાં આવેલી ડિપોઝીટથી કાપી નાંખવામાં આવ્યા છે.

You might also like