રણવીરે તોડ્યો સલમાન ખાનનો રેકોર્ડ

મુંબઇઃ બોલિવુડના ચોકલેટી હીરો રણવીર કપૂરે બોલિવુડમાં દબંગ ખાનના એક રેકોર્ડને તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે. એવું કહેવામાં આવે છે કે સલમાન ખાનની ફિલ્મમાં સૌથી વધારે ગીત હોય છે. વર્ષ 1994માં આવેલી તેમની ફિલ્મ ‘હમ આપકે હે કોન’માં 14 ગીતો હતા. પરંતુ જલ્દી સલમાનનો આ રેકોર્ડ તૂટી જવાનો છે.

મળતી માહિતી મુજબ રણવીર અને કેટરીની આગામી ફિલ્મ ‘જગ્ગા જાસૂસે’ સલમાનના આ રેકોર્ડને તોડવાની તૈયારી કરી લીધી છે. એપ્રિલમાં રિલીઝ થનારી ફિલ્મ જગ્ગા જાસૂસમાં કુલ 29 ગીત છે. આ અંગે મ્યુઝિક ડિરેક્ટર પ્રિતમે ખુલાસો કર્યો છે. આ ફિલ્મમાં રણવીર અટકીને બોલે છે. ત્યારે તે તેની ભાવના ગીત ગાઇને શેર કરે છે. અનુરાગ બાસુ, સિદ્ધાર્થ રોય કપૂર, મહેશ સમત, રણવીર કપૂર નિર્મિત ફિલ્મ જગ્ગા જાસૂસ 7 એપ્રિલે સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે. સૌથી વધારે ગીતોનો રેકોર્ડ 1932માં આવેલી હિન્દી ફિલ્મ ‘ઇદ્રસભા’ના નામે છે. જેમાં કુલ 70 ગીતો છે.

You might also like