કરણ જોહરની કમાલ, રણબીર અને રણવીર એક સાથે

મુંબઇઃ કરણ જોહરના ટોક શો ‘કોફી વિથ કરણ’ની સીઝન 5નો પહેલો એપિસોડ ધમાકેદાર હતો. જેમાં શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટ હતા. આ બંને સ્ટાર પહેલી વખત કોઇ શોમાં સાથે હતા. હાલ આ શો ખૂબ જ ચર્ચામાં છે. ત્યાર બાદ ટ્વિકલ અને અક્ષયનો પ્રોમો પણ ખૂબ જ ધમાકેદાર છે. ત્યારે આ સિઝનમાં કરણ કોઇ પણ પ્રકારની કસર બાકી રાખવા માંગતો નથી અને એટલે જ તો તે પોતાના આ શોમાં બોલિવુડના મોસ્ટ પોપ્યુલર અને ચાર્મીગ સ્ટાર રણવીર કપૂર અને રણબીર સિંહને એક સાથે લાવવાનો છે.

મળતી માહિતી મુજબ આગામી સપ્તાહમાં આ બંને સ્ટાર્સ સાથે કરણ શૂટિંગ કરવાનો છે. આ બંનેના નામમાં તો ઘણી સામ્યતા છે જ. સાથે જ તેઓ બોલિવુડના ટોપના હિરો છે. બીજી એક કોમન કનેક્શન બંને વચ્ચે છે તે છે દીપિકા. રણબીર અને દીપિકા અનેક હિટ ફિલ્મો આપી ચૂક્યાં છે. સાથે જે બંને વચ્ચે લાંબા સમયથી અફેર ચાલી રહ્યું છે. તમને જણાવી દઇએ કે રણવીર કપૂર સાથે બ્રેકઅપ થયા બાદ દીપિકા રણબીર સિંહને ડેટ કરી રહી છે. ત્યારે આ એપીસોડ પણ મજાનો રહેશે તેવું લાગી રહ્યું છે.

 

You might also like