રામવૃક્ષને લઇને ખતરનાક ખુલાસો, પોલીસની ઉંડી ગઇ ઉંઘ

મથુરા: રામવૃક્ષના સુરક્ષા કમાંડર વીરેશ યાદવની દ્વારા કરવામાં આવેલા ખુલાસાએ સુરક્ષા એજન્સીઓની ઉંઘ ઉડાવી દીધી છે. વીરેશે પોલીસને જણાવ્યું હતું કે કબજાધારીઓમાંથી કેટલાક લોકોની ટુકડી, જેને રામવૃક્ષ ‘પાગલ સેના’ કહેતો હતો, તેમાંથી કેટલા તો હંમેશા હાથગોળા, બોમ્બ લઇને ફરતા હતા. એવું પણ કહેવામાં આવે છે કે કેટલાક લોકો તો બોમ્બની માળા બનાવીને ગળામાં પહેરતા હતા. આ લોકો ખૂબ હિંસક હતા. હવે પોલીસે આ લોકોને અન્ય સ્થળો પર ગુનો કરે તેવી આશંકા છે. એવામાં પ્રદેશમાં આ લોકોની શોધ કરવામાં આવશે.

રામવૃક્ષે આ પાગલ સેનામાં તે 50 લોકોને સામેલ કર્યા હતા, જે તેના એક ઇશારે પોતાનો જીવ આપી દે અને કોઇનો જીવ લઇ લે. તેમાં મહિલાઓ પણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમાં બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના જનપદોના પણ લોકો હતા. જો વીરેશનું માનીએ તો આ બધાને ટ્રેનિંગ આપવામાં આવતી હતી. આ લોકો હરતા ફરતાં બોમ્બ બની ગયા હતા.

પરંતુ આ લોકોને શોધવા પોલીસ માટે સૌથી મોટો દુખાવો હશે. કારણ કે વીરેશ પણ આ તેમના વિશે કોઇ મહત્વપૂર્ણ જાણકારી આપી શક્યો નથી, જેથી તેમની ધરપકડ કરવામાં મદદ મળે. પોલીસ અધિકારીઓનું માનવું છે કે રામવૃક્ષના પુત્રની ધરપકડથી આ આખા નેટવર્કનો ખુલાસો થયો છે.

એસએસપી બબલૂ કુમારે જણાવ્યું હતું કે વીરેશ પાસેથી જે પણ જાણકારી મળી છે તેના આધારે તપાસ કરવામાં આવી રહી છે. જે લોકોના નામ બતાવવામાં આવી રહ્યાં છે તેમની પૂછપરછ કરવામાં આવશે.

You might also like