નક્સલીઓ સાથે હતા રામવૃક્ષના સંબંધો, મળતા હતા લાખો રૂપિયા

મથુરા: જવાહર બાગનો માસ્ટર માઇન્ડ રામવૃક્ષ ત્રણ હજાર લોકોનો ખર્ચો એમ જ ઉઠાવી રહ્યો ન હતો. તેના ઓરીસ્સા, ઝારખંડ, છત્તીસગઢના નક્સલીઓ સાથે સંબંધ હતા અને ત્યાંથી લાખોની રકમ દર મહિના તેના માટે આવતી હતી. જવાહર બાગમાં રહેનાર કબજાધારીઓને તે કમાંડરની માફક નિર્દેશિત કરતો હતો.

રવિવારે બપોરે ત્રણ વાગે અલીગઢ કમિશ્નર ચંદ્રકાંતના નિરીક્ષણ બાદ જવાહર બાગમાં પત્રકારોને પ્રવેશ આપવામાં આવ્યો. અંદર ભંડાર ગૃહમાં પોલીસને એક પલળેલું મોટું રજીસ્ટર મળ્યું. તેમાં રામવૃક્ષ યાદવ અને તેની આઝાદ હિંદ સરકારને મળનાર આર્થિક મદદ અને ખર્ચાની સંપૂર્ણ વિગત છે.

તેમાં ઓરિસ્સાના રંગલાલ રાઠોર પાસેથી દર મહિને 22 લાખ રૂપિયા મળતા હોવાનું લખેલું છે. બનારસના નારાયણ સિંહ પાસેથી 10 લાખ, કન્નૌજના માનસિંહ પાસેથી સાત લાખ રૂપિયા અને ઉન્નાવના એક વ્યક્તિ પાસેથી આઠ લાખ રૂપિયાથી વધુ રકમ મળતી હોવાની વિગત તેમાં છે.

આ ઉપરાંત નક્સલ પ્રભાવિત જનપદોમાં ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ, સારડાહની પહાડીઓમાં સ્થિત નક્સલ પ્રભાવિત વિસ્તારોના ડઝનો લોકોના નામ અને લાખોની રકમ ભંડારાના નામે આવતી હોવાની વિગત અંકીત છે.

રજિસ્ટરમાં રકમ લેનારના સંગત સેવાદારો અને વિસ્તારના પ્રમુખોના પદનામ આપવામાં આવ્યા છે. રજિસ્ટરમાં 20થી વધુ પાનામાં ભંડારા અને અન્ય ખર્ચા અંકિત છે. તેમાં જવાહર બાગમાં લગાવેલી તિરપાલ પર 10 લાખથી વધુનો ખર્ચ થયો હોવાની વિગત છે.

દરરોજ ત્રણ હજારથી વધુ લોકોનું જમવાનું બનતું હતું
અહીં રહેનાર લોકોના ખાવા-પીવા અને કપડાં વગેરોનો ખર્ચો રામવૃક્ષ યાદવ જ ઉપાડતો હતો. એકવારમાં ત્રણ હજાર લોકોનું જમવાનું બનતું હતું. એક-એક હજાર લોકોની પતંગ બનાવીને ખવડાવવામાં આવતું હતું.

પજેરોમાં કરતો હતો સવારી
જવાહર બાગનો માસ્ટર માઇન્ડ રામવૃક્ષ યાદવ 22 લાખની પજેરો ગાડીમાં બહાર નિકલતો હતો. સાથે જ પાંચથી સાત ગાડીઓના કાફલામાં 24થી વધુ લોકો સાથે હોય છે. જવાહર બાગમાં થયેલી આગચંપીમાં 20થી વધુ વાહન સળગી ગયા હતા. તેમાં 10 જીપ, કાર, ટ્રક, ટ્રેકટર, ટેંપો, મિની ટ્રક અને બાઇકનો સમાવેશ થાય છે.

ઝાડ પર વાંસની ખાટલો બનાવ્યા હતા આશિયાના
રામવૃક્ષ યાદવ પોતાની ટીમને સંપૂર્ણપણે નક્સલી ટ્રેનિંગ આપતો હતો. તેના માટે તેણે જવાહરબાગમાં ઝાડ પર વાંસના ખાટલા બનાવીને રહેવા માટે આશિયાના બનાવ્યા હતા. હવે તે આશિયાનાઓ આગમાં બળીને ખાખ થઇ ગયા છે માત્ર થોડા અવશેષો બચ્યા છે. સળગેલા વાંસ તથા ડડ્ડાના ઢગલા પડ્યા છે.

રોજ સવારે થતી હતી સુભાષ પ્રાર્થના તથા ટ્રેનિંગ
રામવૃક્ષ યાદવ પોતાની ટીમના લોકોને દરરોજ સવારે પ્રાર્થના સભા બાદ ટ્રેનિંગ આપતો હતો. તેમાં લાકડી વડે વાર કરવો તથા દરેક સમયે લાકડીમાં લીલો ધ્વજ લગાવી રાખતની ટેવ પાડતો હતો.

You might also like