હોમગાર્ડ યુવતીનું સ્ત્રીબીજ કાઢી લેનાર ડો.પીયૂષ પટેલની ધરપકડ

અમદાવાદ, બુધવાર
શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી અને હોમગાર્ડમાં ફરજ બજાવતી સોનલ પરમારનું સ્ત્રીબીજ ડોનેટ કર્યા બાદ બન્ને કિડનીઓ ફેલ થઇ જવાથી થયેલા મોતના ચકચારી કિસ્સામાં રામોલ પોલીસે બીએચએમએસ ડો.પીયૂષ પટેલની ગઇ કાલે મોડી રાતે ધરપકડ કરી છે. રૂપિયાની લાલચ આપીને સોનલનું સ્ત્રીબીજ કાઢી લીધું હતું, જેમાં પોલીસે બે ડોક્ટર સહિત ૬ લોકો સામે સાપરાધ મનુષ્યવધની ફરિયાદ દાખલ કરી છે.

બાપુનગર વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતી અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતી સોનલ સુરેશભાઇ પરમારને રૂપિયાની લાલચ આપીને સ્ત્રીબીજ ડોનેટ કરવા માટેની વાત એક યુવતીએ કરી હતી, જેમાં તેને ર‌િખયાલ ખાતે આવેલી ઓજસ હોસ્પિટલમાં ડો. પીયૂષ પટેલ અને નિસર્ગ સાથે મુલાકાત કરાવી હતી.

સ્ત્રીબીજ આપવા માટે તૈયાર થઇ ગયેલી સોનલને ડો.પીયૂષ પટેલ અને તેની ટીમ ઉદયપુર ગયો હતો. સ્ત્રીબીજ આપ્યા બાદ સોનલની ત‌િબયત લથડતાં પીયૂષે તેને ઇન્જેક્શન આપ્યાં હતાં, જેના કારણે તેની બન્ને ‌િકડની ફેલ થઇ ગઇ હતી.

થોડાક સમય પહેલાં સોનલનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેમાં પોલીસે તેના મોતનું સાચું કારણ જાણવા માટે સિવિલ હોસ્પિટલના તબીબોની મદદ લીધી હતી.

બે દિવસ પહેલાં સિવિલ હોસ્પિટલની ક‌િમટીએ પોલીસને ‌િરપોર્ટ આપ્યો હતો, જેમાં ડો.પીયૂષ પટેલ સહિત તેમની ટીમની બેદરકારી સામે આવતાં ગઇ કાલે રામોલ પોલીસે તેમની વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે.

You might also like